ગુજરાતી

ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું.
બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના...
હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ ! તમને નમસ્કાર, નમસ્કાર... તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છો, તમે સચ્ચિદાનંદઘન છો, તમે બધાના અંતર્વાસી છો.
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો...
ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે. ૧૪મી સદીમાં સંત કબીર પોતાના દોહતાઓ દ્વારા લોકોની...
દૈત્યકુળના હિરણ્યકશિપુને ત્યાં 'હોલિકા' નામની બહેન હતી. કમળ તો કાદવમાં જ ઊહે ને? હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. હિરણ્યકશિપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ઘૃણા હતી.
પરમ કૃપાળુ પરમાત્માએ માનવના હાથમાં એક પ્યાલું આપ્યું અને તેમાં "આનંદ" નો એક તરંગ મૂક્યો અને કહ્યું - આમાં આનંદ છે, પણ તે ત્યાં સુધી આનંદ રહેશે, જ્યાં સુધી એને કાળનો સ્પર્શ નહિ થાય.
મુગલ સમ્રાટ અકબર બાદશાહે સંત તુલસીદાસની ખૂબ વાહ-વાહ સાંભળી હતી. આથી બાદશાહ તેમના દર્શન કરવા બહુ ઉત્સુક હતા. બાદશાહે પોતાના માણસને તુલસીદાસને તેડી લાવવા મોકલ્યો.
મનુષ્ય કેવળ પોતાના અનુભવનો આદર કરે તો તેનું કામ બની જાય. અનુભવ શું છે? આપણને જે કોઇ પણ વસ્તુઓ મળી છે તે આપણી નથી. આ ખાસ વાત છે. જે મળેલું હોય છે તે આપણું નથી હોતુ.
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, ... રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, ...