વેદ વાણી

न द्वितीयो न तृतीयश्चरुर्थो नाप्युच्यते । न पंचमो न षष्ठः सप्तमो नाप्युच्यते ।
नाष्टमो न नवमो दशमो नाप्युच्यते । स सर्वस्मै विपष्यति यच्च प्राणति यच्च न ।
तमिदं निगतं सहः स एष एक एक वृदेक एव । सर्वे अस्मिन् देवा एकवृतो भवन्ति ।

ન તો એ બીજો છે, ન ત્રીજો અને ન ચોથો. ન તો એ પાંચમો છે, ન છંઠો અને ન સાતમો. ન તો એ આઠમો છે, ન નવમો અને ન દસમો. શ્વાસ લેનાર અને શ્વાસ ન લેનાર દરેકની એ દેખભાળ રાખે છે. સામર્થ્યનો ભંડાર એ એક જ છે. આ પરમેશ્વરમાં પૃથ્વી આદિ બધા લોક એક સ્વરૂપે વિદ્યમાન રહે છે.
अथर्ववेद १३/४/१६-२०

अप तस्य हतं तमो व्यावृतः सः पाप्मना ।
सर्वाणि तस्मिन् ज्योतींषि यानि त्रीणि प्रजापतौ ॥

એ પરમેશ્વરની શક્તિથી સર્વ અંધકાર વિનષ્ટ થઈ જાય છે, એ સમસ્ત પાપોથી અલગ રહે છે, અને એ પ્રજાપતિમાં ત્રણે જ્યોતિઓ વિરાજમાન છે.
अथर्ववेद १०/७/४०

यं स्मा पृच्छन्ति कुह सेति घोरं उतेमाहुर्नैषो अस्तीत्येनम् ।
सो अर्यः षृष्टीर्विज इवामिनाति श्रदस्मै धत्तस जनास इन्द्रः ॥

જે અદભુત ઉગ્ર ઈશ્વરના વિષયમાં ઘણા પ્રશ્ન કરે છે કે "તે ક્યાં છે?" અને જેના વિષયમાં ઘણા કહેતા રહે છે કે "તે છે જ નથી" - આવા વિપરીતગામી સ્વાર્થી પુરુષની સમૃદ્ધિને ભૂકંપમાં નષ્ટ થઈ જાય છે. હે મનુષ્ય, એ પરમેશ્વર પર શ્રદ્ધા રાખ.
ऋगवेद २/१२/५

य एक इत् तमु ष्टुहि कृष्टीनां विचर्षणिः ।
पति र्जज्ञे वृषक्रतुः ॥

જે એક જ છે અને જે મનુષ્યોના સર્વદ્રષ્ટા અને સર્વશક્તિમાન પાલક છે એની જ તું સ્તુતિ કર.
ऋगवेद ६/४५/१६

स पर्यगाच्छुक्रमकायमव्रण मस्नाविरं शुद्धमपापविद्धम् ।
कविर्मनीषी परिभूः स्वयम्भू र्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः ॥

એ પરમેશ્વર સર્વત્ર વ્યાપક છે, એ શક્તિશાળી, શરીર રહિત, વ્રણ (ઘા) રહિત, બન્ધનો રહિત, શુદ્ધ, પાપોથી મુક્ત, સર્વજ્ઞ, મનોના ઈશ્વર એટલે કે મનને પ્રેરણા આપનાર, સર્વત્ર પ્રકટ, સ્વતંત્ર સત્તાથી વિદ્યમાન તથા સમસ્ત પ્રકારની પજાઓની રચના કરનાર છે.
यजुर्वेद ४०/८ – ईशावास्योपनिषद्

यस्मान्न ऋते विजयन्ते जनसो यं युध्यमाना अवसे हवन्ते ।
यो विश्वस्य प्रतिमानं बभूव तो अच्युतच्युत स जनसा इन्द्रः ॥

જેના વગર લોક કોઈ કાર્યમાં વિજય નથી મેળવી શકતા અર્થાત્ સફળ નથી થઈ શકતા, યુદ્ધ કરતી સમયે જેને પોતાની રક્ષા કરવા માટે બોલાવે છે, જે (અનન્ય) સૌથી જયેષ્ઠ અર્થાત્ સૌની તુલનામાં સર્વસમર્થ છે, જે અતિ દૃઢ પદાર્થોને પણ કાલવેગથી નષ્ટ કરી દેનાર છે, હે મનુષ્ય! એ ઇન્દ્ર અર્થાત્ પરમેશ્વર છે.
ऋगवेद २/१/२६

वया इदग्ने अग्नयस्ते अन्ये त्वे विश्वे अमृता मादयन्ते ।
वैश्वानर नाभिरसि क्षितीनां स्थूणेव जनां उपमिद्ययन्थ ॥

હે અગ્નિ ! તમારા સિવાય અન્ય અગ્નિ (સૂર્ય, નક્ષત્ર આદિ) તમારી શાખાઓ સમાન છે, બધા અવિનાશી જીવગણ તમારા પર આશ્રિત થઈ આનંદ અનુભવે છે. હે સમસ્ત સંસારના સંચાલક, આપ સૌ જીવો અને તત્ત્વોનો આશ્રય છે, અને જેમ સ્તંભ ઘરને ટેકો આપે છે તે જ પ્રકારે તમે સૌ જન અને જંતુઓના નિયમને ટેકો આપો છો.
ऋगवेद १/५६/१

इन्द्रं मित्रं वरुणमग्निमाहुरथो दिव्यः स सुपर्णो गरुत्मान ।
एकं सद् विप्रा बहुधा वदन्ति अग्निं यमं मातरिश्वानमाहुः ॥

ઇન્દ્ર, મિત્ર, વરુણ અને અગ્નિ પરમાત્માના જ નામ છે. એ પરમાત્મા જ ગુરુત્માન અને સુપર્ણ તરીકે ઓળખાય છે. એ પરમાત્મા જ યમ, અગ્નિ અને માતરિશ્વા કહેવાય છે. વિદ્વાન લોક એ જ પરમ સત્ પરમાત્માનું ઘણા પ્રકારે વર્ણન કરે છે.
अथर्ववेद ६/१०/२८

ईशा वास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुज्जीथा मा गृधः कस्य स्विद्दनम् ॥

આ સંસારમાં જે કાંઈ પણ સૃષ્ટિ છે, તે ઈશ્વર દ્વારા વ્યાપ્ત છે, તેથી તું ત્યાગ ભાવથી જ ભોગ પ્રાપ્ત કર, કોઈ બીજાના ધનની ક્યારે પણ ચાહ ન રાખ.
यजुर्वेद ४०/१

श्रद्धां देवा यजमाना वायुगोपा उपासते ।
श्रद्धां ह्रदय्य याकूत्या श्रद्धया विन्दते वसु ॥

ઈશ્વર દ્વારા રક્ષિત, યજ્ઞ કરનાર દેવગણ શ્રદ્ધા પ્રતિ ખેંચાય આવે છે. મનુષ્ય હ્રદય આસ્થાથી શ્રદ્ધા પામે છે અને શ્રદ્ધાથી જ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે.
ऋगवेद १०/१५१/४

श्रद्धां प्रातर्हवामहे श्रद्धां मध्यन्दिनं परि ।
श्रद्धां सूर्यस्य निम्रुचि श्रद्धे श्रद्धापयेह नः ॥

પ્રાતઃ કાળ, મધ્યાહનમાં, અને સૂર્યાસ્તના સમયે આપણે શ્રદ્ધાનું જ આહવાન કરીએ છીએ. હે શ્રદ્ધા, અમારી ઝોળી શ્રદ્ધાથી ભરી દે.
ऋगवेद १०/१५१/५

गर्भो यो अपां गर्भो वनानां गर्भश्च सथातां गर्भश्चरथाम ।
अद्रौ चिदस्मा अन्तर्दुरोणे विशां न विश्वो अम्र्तः सवाधीः ॥

એ પરમેશ્વર જલમાં અને વનોમાં (ગુપ્ત રૂપથી) વિદ્યમાન છે, અચલ અને ચલ પદાર્થોમાં વ્યાપક છે, પર્વતો અને (સામાન્ય) ગૃહોમાં પણ વિરાજમાન છે, અમે એ પરમેશ્વરની આરાધના કરીએ, એ અમૃતમય સમસ્ત સંસારના પોષક છે.
ऋगवेद १/७०/२

व्रतेन दीक्षामाप्नोति दीक्षयाप्नोति दक्षिणाम् ।
दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते ॥

વ્રત અર્થાત્ સત્ય નિયમના પાલનથી મનુષ્ય દીક્ષા પ્રાપ્ત કરે છે, દીક્ષાથી ફળ પ્રાપ્ત કરે છે, ફળ પ્રાપ્તિથી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે, અને શ્રદ્ધા દ્વારા સત્ય પ્રાપ્ત કરે છે.
यजुर्वेद २९/३०