આદિ શંકરાચાર્ય

હું (હું એટલે કે આત્મા) મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત સ્વરૂપ નથી; તેમ જ હું કાન, જીભ, નાક કે આંખો નથી. વળી હું આકાશ, પૃથ્વી, તેજ કે વાયુ નથી. હું તો મંગલકારી, કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું.
જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર "ન" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.