વાંચન વિભાગ

આકાશ (એ વિસ્તૃત મહાશૂન્ય જેમાં સંપૂર્ણ બ્રહ્માંડ સમાહિત છે) લિંગનું સ્વરૂપ છે અને પૃથ્વી એની પીઠિકા (આધાર) છે. પ્રલય કાળમાં સમસ્ત સૃષ્ટિ તથા દેવગણ આદિ આ લિંગમાં સમાવિષ્ટ થઈ જાય છે.
હું એ સદાશિવ લિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે, જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ-મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ...
વર્તમાન સમયમાં આપણી શિક્ષાનો ઉદ્દેશ્ય કેવળ ઉદર નિમિત્ત બની ગયો છે. આજે આપણે આપણી પ્રાચીન શિક્ષા પદ્ધતિને ભૂલી ગયા છે, આ જ કારણે આપણી ધાર્મિક, સામાજિક અને નૈતિક તેમજ શારીરિક, માનસિક અને આત્મિક અવનતિ...
મદ્ય અને માંસ આ બન્ને રાક્ષસ, ભૂત, પિશાચ આદિનો ખોરાક છે; દેવતા અને મનુષ્યનો ખોરાક માંસ નથી. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે દેવતાને પ્રસન્ન કરવા માટે પણ પશુની બલી ન ચઢાવે તથા સ્વયં પણ એનું ભક્ષણ ન કરે.
દીપ જ્યોતિ અમારું કલ્યાણ કરનાર, શુભ કરનાર, અમને આરોગ્ય અને ધન આપનાર, શત્રુનો નાશ કરનાર છે. દીપ જ્યોતિ તમને નમસ્કાર! દીપ જ્યોતિ પરબ્રહ્મ છે, જનાર્દન છે, અમારા પાપોને હરનાર છે તમને નમસ્કાર!
ઈશ્વર સઘળાં પ્રાણીઓને પોતાની માયાથી ભ્રમણ કરાવતાં સર્વ પ્રાણીઓના હ્રદયમાં સ્થિત છે. તો પ્રશ્ન એ થાય છે કે બધું જ શું ઈશ્વર જ કરાવે છે કે શું?
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન, અર્જુન સાંભળો રે તમને કહું છું ગીતા જ્ઞાન, અર્જુન સાંભળો રે આત્મા મરતો નથી અમર છે, એવું સમજે તે જ્ઞાની છે
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર. સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય. જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન. હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.
હ્રદયનો પુકાર, શ્રદ્ધાના ભાવની અભિવ્યક્તિનું નામ છે - "પ્રાર્થના". આ ભક્ત અને ભગવાનની મધ્યનો સેતુ છે. પ્રાર્થનાથી આત્મા પુષ્ટ થાય છે, જેમ શરીર ભોજનથી. પ્રાર્થના વ્યક્તિને બળ, આધ્યાત્મિક શક્તિ અને...
દરિદ્રોની સેવા કરવી, રોગીઓની સેવા કરવી, એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. આનાથી આપણું હ્રદય શુદ્ધ થશે. આનાથી આપણા હ્રદયમાં દિવ્યતાનો પ્રકાશ છવાય જશે.