ભક્તિ

જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર "ન" કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર.
म्हारां री गिरधर गोपाल दूसरां णा कूयां । दूसरां णां कूयां साधां सफल लोक जूयां । भाया छांणयां, बन्धा छांड्यां सगां भूयां ।
इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले । श्री गंगाजी का तट हो, या यमुनाजी का बट हो, मेरा सांवरा निकट हो... जब प्राण...
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, દુઃખ કાપો; તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો.
શિવ મહિમાનો ના'વે પાર, અબુધ જનની થાયે હાર. સુર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાય વાણી અટકી જાય. જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન. હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર.
હે ઓંકાર ! હે જગતના સ્વામી તથા પરમેશ્વર ! હે હરિ ! આપની જય હો, જય હો. આપ આપના ભક્તોની પીડા ક્ષણભરમાં દૂર કરી દો છો.
જેમની માતા પાર્વતી છે અને પિતા મહાદેવ શિવ શંકર છે એ ગણેશજીની જય હો... હે કૃપાનિધિ ! આપને એક દંત અને ચાર ભૂજાઓ છે. આપના માથા પર સિંદૂરનું તિલક શોભાયમાન છે અને આપ ઉંદરની સવારી કરો છો. આપની જય હો, જય હો...
હે ભવાની ! પિતા, માતા, ભાઇ, દાતા, પુત્ર, પુત્રી, નોકર, સ્વામી, સ્ત્રી, વિદ્યા, વૃત્તિ - આમાંથી કંઇ જ મારું નથી. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારી ગતિ છો.
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય...
ભગવાન આશુતોષ (શંકર) વૃષભ (પોઠિયા) પર સવાર થઈ, ભક્તરાજ નરસિંહ મહેતાને સાથે લઈ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના પરમધામ દ્વારકામાં તુરંત પહોંચી ગયા.