આ પ્રાર્થના સાંભળવા માટે પૃષ્ઠના અંત ભાગમાં જૂઓ.
શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, દુઃખ કાપો;
દયા કરી શિવ દર્શન આપો.
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા;
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો,
દયા કરી શિવ દર્શન આપો.
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂતટોળી;
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો,
દયા કરી શિવ દર્શન આપો.
નેતિનેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે;
સાર જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો,
દયા કરી શિવ દર્શન આપો.
હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી;
થાક્યો મથી મથી, કારણ મળતું નથી, સમજણ આપો,
દયા કરી શિવ દર્શન આપો.
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું;
મારા મનમાં વસો, હૈયે આવી વસો, શાંતિ આપો,
દયા કરી શિવ દર્શન આપો.
======== * ========
Sorry, you need to install flash to see this content.

વૈભવભાઈ.....સ
વૈભવભાઈ.....સાંભળીને આન્ન્દ થયો...આ પ્રમાણે કરતા રહેશો !
મારી સાઈટ પર પણ પધારજો.
www.chandrapukar.wordpress.com
સુન્દર
સુન્દર રચના સાભળીને આનન્દ થયો
ગાયક કલાકરશ્રી નુ નામ આપવા વિનન્તિ.
Sambhani ne bahi aanand
Sambhani ne bahi aanand thayo.. amara Ba amne aa bhajan sambhdavta...
આપ નો ખુબજ
આપ નો ખુબજ આભર. દર્રોજ સવારે સાભ્સ્લ વાનો પ્રયાસ કર્ર્શુ.
આપનો આ
આપનો આ પ્રયશ ખુબ જ પ્રશન્શનીય છે. મને શ્રવન માસ મા શામ્ભલવા નો લાભ મલ્યો.આભર
આપનો અભિપ્રાય જણાવો