શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, દુઃખ કાપો; તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો.
હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ ! તમને નમસ્કાર, નમસ્કાર... તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છો, તમે સચ્ચિદાનંદઘન છો, તમે બધાના અંતર્વાસી છો.
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ, શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો...
ગૌરી તણા તનય હે ! વર ઇષ્ટ દાતા, હે નાથ, આપ જગપાલક છો વિધાતા; વિઘ્નો બધા દૂર કરી નિજ અંક થાપો, પ્રીતે ગજાનન નમું ભવબંધ કાપો ...