એટલા માટે તો મળ્યું છે જીવન - સ્વામી રામરાજ્યમ્

એક વયોવૃદ્ધ સજ્જન રેલગાડીમાં યાત્રા કરી રહ્યા હતાં. એમના ડબ્બામાં એક પરિવાર પણ બેઠું હતું. પતિ, પત્ની અને એક ૧૨-૧૩ વર્ષનો એમનો પૂત્ર. થોડા સમયબાદ જ્યારે એકબીજાથી પરિચિત થયા ત્યારે એ સજ્જન એ પુત્ર સાથે વાતચીત કરતાં-કરતાં એને વાર્તા સંભળાવવા લાગ્યાં. વાર્તા એક વ્યક્તિની હતી, કે જે બધાને પોતાના ગણતો છે અને બધાનાં દુઃખ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે છે. વાર્તા સંભળાવ્યા બાદ એ સજ્જન પુત્રને પૂછ્યું - "તમે આ વાર્તા પરથી શું શિક્ષા મળી?" પુત્ર વધુ સમજી નહિ શક્યો તેથી તેણે કોઈ ઉત્તર નહિ આપ્યો. ત્યારે એ સજ્જને કહ્યું - "કાઈ નહિ, હું તને સમજાઉ છું. આ જીવન બીજાની સેવા કરવા માટે હોય છે..." આમ કહેતાની સાથે જ એ પુત્રના પિતાને હ્રદય રોગનો હુમલો થયો અને તેઓ બેહોસ થઈને પત્ની પર ઢડી પડ્યાં. આ જોઈને વયોવૃદ્ધ સજ્જને તેમને રેલગાડીની પાટલી પર સૂવડાવી દીધા. તેઓ વિચારી જ રહ્યાં હતાં કે આમ ચાલુ ગાડીએ ઇલાજ કરી રીતે થઈ શકે કે એટલામાં જ પેલાં પુત્રના પિતાના પ્રાણ પંખેરૂ ઉડી ગયા.
 
એમની પત્ની રડવા લાગી, પુત્ર પણ રડવા લાગ્યો. એ સજ્જને તેમને ધૈર્ય આપવાની કોશિશ કરી, પરંતુ આવા દુઃખભર્યા સમય પર ધૈર્યની મીઠી થપકિઓ પણ અસર ક્યાં કરે છે. થોડા સમયબાદ સ્ટેશન આવ્યું અને રેલગાડી ઉભી રહી. અન્ય યાત્રિઓની સહાયથી તેમણે મૃતદેહને ગાડીના ડબ્બામાંથી બહાર ઉતાર્યું અને એ સજ્જને એમનો પ્રવાસ ત્યાં જ રોકી દીધો અને પત્ની તથા પુત્ર સાથે સ્વયં પણ ઉતરી ગયા.
 
ખૂબ જ કરુણ પરિસ્થિતિ હતી. પત્ની અને પુત્ર લગાતાર રડી રહ્યાં હતાં. એ બન્ને માટે સજ્જન અપરિચિત હતાં. સજ્જન તેમને ખુબજ પ્રેમથી તેમને સાંત્વના આપી રહ્યાં હતાં. એમણે કહ્યું - "દીકરી, આમ રડવાથી નહીં, ધીરજ રાખીને કામ લે. તું મને કેહ કે તમારે ક્યાં જવું છે? તમારું ઘર અહીંથી કેટલું દૂર છે?"
 
તેમણે જાણ્યું કે તેઓ એ જગ્યાથી લગભગ ૧૦૦ કીમી દૂર રહે છે. એ સજ્જને ભાડૂતી ગાડી કરીને પુત્ર, પત્ની અને મૃત પતિને ઘરે પહોંચાવ્યાં. ઘરના બધા લોકો એ સજ્જનથી અપરિચિત હતાં. દુઃખથી આ ઘડીમાં કોને ભાન રહે કે કોઈનો પરિચય પૂછે! પછી તો એ સજ્જન અંતિમ સંસ્કાર સુધી ત્યાં જ રોકાયા.
 
ત્યાંથી નીકળતી વેળાએ એ સજ્જને પુત્રને કહ્યું - "તારી માતાને જરા બોલાવ તો!"
 
માઁ રડતી બહાર આવી, અને કહ્યું - "તમે અમને જાણતા પણ નથી, છતાં પણ તમે ભગવાનના દૂત બનીમે આપે અમારી મદદ કરી. આપનો આ ઋણ કઈ રીતે ચૂકવીયે?"
 
એ સજ્જનની આંખો ભીની થઈ ગઈ, અને કહ્યું - "દીકરી, હું પણ એક મનુષ્ય છું. અને મનુષ્ય હોવાથી આમ કરવું એ મારી ફરજ હતી."
 
પછી એમણે પુત્રના આસું લૂંછવાં માંડ્યાં, ત્યારે પુત્રએ પૂછ્યું - "તમે કોણ છો અને ક્યાં રહો છો?" તેમણે ઉત્તર આપતા કહ્યું - "દીકરા, હું કોણ હું, ક્યાં રહું છું એ જરૂરી નથી. જરૂરી વાત એ છે કે તું એના જેવો બનજે, જેની વાત મેં તને વાર્તામાં કરી હતી. વચન આપ મને..."
 
આ વાત સાંભળી એ પુત્રની માઁ બોલી - "મને એવું લાગે છે કે આપે આપની જ વાર્તા સંભળાવી હતી." એનો ઉત્તર આપ્યા વિના એ સજ્જને કહ્યું - "હવે હું જાઉં છું"
 
માઁ અને પુત્ર એમના આશિર્વાદ લેવા માટે નમ્યા ત્યારે એ સજ્જન એક પગલું પાછળ હતી ને ચાલવા માંડ્યાં. માઁ અને પુત્ર ત્યાર સુધી જોતા રહ્યાં જ્યાં સુધી એ સજ્જન તેમની આખો સામેથી અદ્રશ્ય ન થયા.
 
મિત્રો, પરિચિત-અપરિચિત, કોઈ પણ કામ આવવા પર સંજોગોની રાહ જોતા બેસી ન રહો. પોતાના કષ્ટો અને અસુવિધાની ચિંતા કર્યા વિના સહાયતા કરવા દોડી મૂકો. એટલા માટે જ તો મળ્યું છે આ જીવન!
 
- સ્વામી રામરાજ્યમ્‍