આળસ અને પરિશ્રમ

आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान्‌ रिपुः ।
नास्त्युद्‌यमसमो बन्धुः कृत्वां यं नावसीदति ॥

અર્થાત્, મનુષ્યમાં આળસ જ (એનો) સૌથી મોટો શત્રુ હોય છે. પરિશ્રમ જેવો બીજો કોઈ અન્ય મિત્ર નથી, કારણ કે પરિશ્રમ કરનાર ક્યારેય દુઃખી નથી હોતો.

મિત્રો, પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી ઉન્નતિ તરફ આગળ દોરનાર એનો મિત્ર પણ એની અંદર જ નિવાસ કરે છે, કે જેને પરિશ્રમ કહેવાય છે. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં ઉન્નતિ મેળવવા માટે આળસ રૂપી પોતાના શત્રુથી આપનો દૃષ્ટિકોણ બદલવો જ પડશે. દૃષ્ટિકોણ બદલવાનો મતલબ એ કે શરીરને એટલો જ આરામ આપો કે ખર્ચ થયેલ શારીરિક ઊર્જા પુનઃ પ્રાપ્ત થઈ જાય. એટલે કે જો સોળ કલાક કામ કર્યા પછી જે ચાર કલાકના આરામથી પુનઃ ઉર્જાવાન થાવો તો ફક્ત ચાર કલાક આરામ કરો, નહીં કે આઠ કલાક. અગર આપે પ્રત્યેક ક્ષેત્રમાં ઉન્નતિ મેળવવા ઇચ્છો છો તો પરિશ્રમ રૂપી હિતૈષી મિત્ર સાથે મજબુત સંબંધ બનાવવો પડશે.

વિદૂરનીતિમાં એવું વર્ણન છે કે દિવસમાં એટલું સાત્વિક પરિશ્રમ કરવો જોઈએ કે રાત્રે સુતી વખતે પૂર્ણ શાંતિનો અનુભવ થાય અને ઊંઘ પણ સારી આવે. એવી જ રીતે જીવનભર સાત્વિક પરિશ્રમ કરવો જોઈએ, કે જેથી અંતિમ યાત્રા (મૃત્યુ) વખતે મુક્તિનો અનુભવ થાય. આપને જરૂર પ્રશ્ન થશે કે “સાત્વિક” પરિશ્રમ શું છે? અને કેવી ઉન્નતિ? જો પરિશ્રમ સાત્વિક નથી તો ઉન્નતિ તો જરૂર મળશે જ પરંતુ શાંતિ નહીં મળે. એટલે પરિશ્રમ પણ સાત્વિક હોવો જોઈએ.

સાત્વિક પરિશ્રમ શું છે?

એવો પરિશ્રમ કે જેનાથી અન્ય જીવોનો અહિત ના થાય, અને પરિશ્રમ કરનાર નિરંતર ઉન્નતિ તરફ આગળ વધતો રહે. તેમજ પરિશ્રમ કરનારના જીવનમાં નિરંતર આનંદ વધતો રહે. એવા પરિશ્રમને સાત્વિક પરિશ્રમ કહી શકાય.

કેવી ઉન્નતિ?

એક તો એવી ઉન્નતિ કે જે ભય અને ક્લેશને લાવે છે, અને બીજી એવી ઉન્નતિ કે જે સાથે નિર્ભયતા અને પૂર્ણ શાંતિ લાવે છે. અગર આપ સાત્વિક પરિશ્રમ કરો છો તો આપ કોઈનાથી ભયભીત ન રહેશો અને પૂર્ણ શાંતિ નો પણ અનુભય કરશો. કારણ કે તમારા પરિશ્રમથી કોઈનું અહિત નથી થયું. બીજી બાજુ જો તમારો પરિશ્રમ સાત્વિક નથી, તો તમે ભયભીત અને અશાંતિનો અનુભવ કરશો.

આથી, આળસનો ત્યાગ કરો અને સાત્વિક પરિશ્રમ કરો.