વૈરાગ્ય શું છે-શું નથી - સ્વામી શિવાનન્દજી

વૈરાગ્યનો અર્થ એ નથી કે સામાજીક કર્તવ્યો તથા જીવનના ઉત્તરદાયિત્વોનો ત્યાગ કરવો. એનો અર્થ સંસારથી અલગ થઈ જવું એવો પણ નથી. એનો અર્થ એવો નથી કે વૈરાગી પુરુષે હિમાલયની ગુફાઓ અથવા સ્મશાનમાં જીવન વિતાવવું જોઈએ. વૈરાગ્યનો એ અર્થ નથી થતો કે સંસારના ભોગો છોડીને પાંડદા, ગૌમૂત્ર અને ગોબર પર ગુજરાન કરવું. એનો એ અર્થ પણ નથી થતો કે જટા ધારણ કરી તથા હાથમાં નાળીયેરમાંથી બનેલ કમણ્ડલ લઈને ભ્રમણ કરવું. એનો એ અર્થ નથી કે માથુ મૂંડાવી અને કપડાનો ત્યાગ કરી દેવો. આ આપણી બધી ધારણા અને સમજણ ખોટી છે.
 
વૈરાગ્ય શું છે? -
સંસારના બધા સંબંધોથી માનસિક નિરાસક્તિ (મોહનો ત્યાગ) જ સાચુ વૈરાગ્ય કહેવાય છે અને એ જ સર્વોચ્ચ છે. કોઈ પુરુષ સંસારમાં રહીને પણ પૂર્ણ નિરાસક્ત ભાવથી પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. એનાથી કોઈ અંતર પડતું નથી જો તે પોતાના પરિવાર અને છોકરા-છોકરીઓ સાથે રહે છે. તે માનસિક રૂપથી પૂર્ણ નિરાસક્ત પણ હોય શકે છે. તે પોતાની આધ્યાત્મિક સાધના પણ કરી શકે છે. તે પુરુષ, જે માનસિક રૂપથી પૂર્ણરૂપેણ નિરાસક્ત હોય, સંસારમાં રહેતા હોવા છતાં પણ વાસ્તવમાં નાયક છે. તેને જીવનના પ્રત્યેક ક્ષણમાં અગણિત પ્રલોભનોનો સામનો કરવો પડતો હોય છે; તેથી તે હિમાલયની ગુફામાં રહેનાર સાધુ કરતાં પણ અધિક શ્રેષ્ઠ છે.
 
મનુષ્ય જ્યાં પણ જાય છે, ત્યાં પોતાની સાથે તેનું ચંચળ અને બેચૈન મન, પોતાની વાસના અને પોતાના સંસ્કાર પણ લઈ જાય છે. વળી તે એકાંતવાસ કરી વિચારોના મહેલ બાંધતો રહે છે અને સંસારના વિષયોના વિષે વારંવાર વિચારતો રહે છે, તો આવી સ્થિતિમાં તે એકાંતવાસ કરતો હોવા છતાં પણ તે સાંસારિક પુરુષ બનેલો રહે છે. કારણ કે તેણે શારીરિક રીતે તો સંસારનો ત્યાગ કરી દીધો, પરંતુ તેનું મન, તેના સંસ્કાર હજી પણ સંસારમાં જ છે. આવી સ્થિતિમાં એ ગુફા જ તેના માટે તેનું શહેર/સંસાર બની જાય છે. અગર મન શાંત અને એકાગ્ર રાખી તથા આસક્તિથી રહિત થઈ જાય, તો એવો વ્યક્તિ કોલકાતા કે મુંબઈ જેવાં શહેરોના વ્યસ્તતમ ભાગમાં રહેવા છતાં પણ પૂર્ણ વૈરાગી રહે છે. આવી સ્થિતિમાં તેનું ઘર જ એનાં માટે જંગલ સમાન એકાંત સ્થાન છે.
 
ગીતાના વચનોનું સ્મરણ કરીએ -
ગીતાના નિમ્ન શ્લોકો પર ધ્યાન કરવાથી સાચુ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
 
સંસ્પર્શથી ઉત્પન્ન ભોગ વાસ્તવમાં દર્દનું ગર્ભાશય છે; કરણ કે એનો પ્રારંભ અને અંત છે. હે કૌન્તેય, વિવેકીને આમાં કોઈ આનંદ પ્રાપ્ત થતો નથી. (અધ્યાય ૫-૨૨)
 
ઇન્દ્રિયોના વિષયોથી વૈરાગ્ય, અહંકારનો અભાવ, જન્મ અને મૃત્યુ, વૃદ્ધાવસ્થા તથા રોગના કષ્ટો અને બુરાઇયોમાં અંતદૃષ્ટિ આવે છે. (અધ્યાય ૧૩-૮)
 
જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સંયુક્ત થવા પર ઉપજે છે તે પ્રથમ અમૃત તુલ્ય લાગે છે, પરંતુ તે જ અંતમાં વિષ સમાન હોય છે. (અધ્યાય ૧૮-૩૮)
 
- સ્વામી શિવાનન્દજી મહારાજ
 
આ ઉપરાંત આદિ શંકરાચાર્યજી રચિત "ભજ ગોવિન્દમ" કે જે "મોહ મુદ્‍ગર (મોહનો નાશ કરનાર)" તરીકે પણ પ્રચલિત છે, એ પણ વૈરાગ્ય પ્રદાન કરનાર અતિ ઉત્તમ પ્રકરણ-ગ્રંથ છે.