ગાંધીજીની દ્રષ્ટીએ સત્ય શું છે? - તત્ત્વચિંતક વી. પટેલ

ગાંધીજીની દ્રષ્ટિમાં એવાં નેતિક નિયમોનું વિવેચન કર્યું છે જેનું પાલન માણસે વ્રતની જેમ કરવું જોઈએ. આ નેતિક નિયમો અગિયાર છે જેમાં સત્ય, અહીંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, આસ્વાદ, અભય, સર્વધર્મ, સમભાવ, અસ્પૃશ્યતા, શરીર શ્રમ અને સમતા સ્થિતપ્રજ્ઞ વગેરેનું પાલન આત્માનુંભુતીનો સાચો માર્ગ છે. એમ તેઓ સ્પષ્ટ પણે માનતા હતા, ને પોતે આચરતા હતા,વ્રતનો અર્થ છે જે કર્મ કરવાનું જીવનમાં ઉચિત છે તેનું નામ વ્રત ,અને ગમે તેવા વિધ્નો સહન કરી ને પણ વ્રતનું પાલન કરવું જ જોઈએ, તોજ જીવનની ઉર્ધ ગતી પ્રાપ્ત થાય છે, .એજ વ્રતમાં શક્તિ નુ સ્ત્રોત છે, તે જ નેતિક જીવનના નિયમો ઉપર ચાલવાને માટે અવિચલ નીશ્ચયનું પગથીયું છે

જીવનમાં કોઈપણ વ્રત ન લેવાની ઈચ્છા એ તો જીવનની મોટામાં મોટી દુર્બળતાં છે.જે માણસ કોઈપણ જાતનું વ્રત લેતો નથી તે કોઈ પણ જાતના નીતિ નિયમોનું પાલન કરવામાં આગ્રહી હોતો નથી આવા માણસનું જીવન રખડતા ઢોર જેવું હોય છે, જ્યાંથી મળે ત્યાંથી ઓખર કરતો હોય છે, જીવનમાં કોઈ સ્થિરતા હોતી જ નથી .

ગાંધીજીની દ્રષ્ટિમાં વ્રતોમાં સોથી પ્રથમ સ્થાન સત્ય છે, અને સત્યનું આચરણ એજ ગાંધીજીના જીવનનો ધ્રુવ તારો છે.તેમના જીવન વૃતાતમાં સત્ય સિવાય કાંઈ જ નથી.સત્યને કારણે જ પોતાનું ઉર્ધ્વીકરણ કરી શક્યાં છે ને મહામાનવ બની શક્યા છે.

ગાંધીજી મારી દ્રષ્ટીએ બે પ્રકારના સત્યો બતાવે છે.
૧,સાધન રૂપ સત્ય જે માણસ પરિસ્થિતિ વિશેષમાં સત્યને જાણી શકે છે તેવું સત્ય.
૨,સાધ્યરૂપ સત્ય જે નિરપેક્ષ ,સાર્વભોમ,પુર્ણ સત્ય ,જે દેશ કાળથી પર છે,જે પરમતત્વ પરમાત્મા સ્વરૂપ છે જેનું વાસ્તવમાં અસ્તિત્વ સર્વજ્ઞ રૂપે,સર્વત્ર ફેલાયેલ છે,અને જેનામાય અથવા તેના સ્વરૂપ થવાથી સમસ્ત જ્ઞાન પ્રાપ્ત થાય છે, .જે શાશ્વત આનંદ નો મહાસ્ત્રોત છે ,એટલા માટે જ સત્યને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે જે આત્માને જાણવાથી અને તેમાં સ્થીર થવાથી પ્રાપ્ત થાય છે, જેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે,

ગાંધીજી પરમતત્વ પરમાત્માનાં સત્ય રૂપના મહાન પુજારી હતા,એની સિવાય બીજા કોઈના તેઓ અનુંયાયી હતા નહી, તેને સપૂર્ણ વિશ્વાસ હતો કે જગતમાં સત્યનો જ વિજય થાય છે, ને હંમેશા અસત્યનો નાશ થાય છે, હાર થાય છે, કારણ કે અસત્યનું અસ્તિત્વજ હોતું નથી, પછી વિજય થવાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. આ તેમની દ્રઢ શ્રધા હતી. એટલે સત્ય ઉપર પૂરો ભરોસો ને વિશ્વાસ હતો.તેઓએ આખી જીંદગી સત્યનું જ આચરણ કર્યું છે,અને સત્યના આચરણમાં અનેક મુશ્કેલીઓ આવેલ છે, છતાં સત્યને મુક્યું નથી, તે તેમના જીવનની મહાનતા ને નીશ્ચયમાં અડગતા બત્તાવે છે,

જે માણસ જીવનમાં સીધ્ધાતમાં અને શુધ્ધ આચરણમાં અડગ રહે છે, તેજ પ્રગતી કરી જ શકે છે, તે જગતનો શાશ્વત નિયમ છે.પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ માટે માણસે સત્યના જ આગ્રહી બનવું જોઈએ, તો સત્ય સુધી પહોચી જ શકાય છે.એટલેકે શુદ્ધ સત્યનું આચરણ જ અજ્ઞાનને નાબુદ કરી દે છે ,અને સત્યને ઉજાગર કરે છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે,

આ જગતમાં જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી, એટલેકે જ્ઞાનની પ્રાપ્તિ થી આપણે જ સપૂર્ણ પવિત્ર થઇ જઈએ છીએ. શુધ્ધ થઇ જઈએ છીએ.શુધ્ધ થવું એટલે રાગ દ્વેષથી .અહંકારથી ,ઈચ્છાઓથી ..વાસનાઓથી ,કામનાઓથી વિચારોથી,સંકલ્પોથી,વિકલ્પોથી,વગેરેથી મુક્ત થવું તેનું નામ છે શુદ્ધતા છે..

માણસના જીવન વ્યવહારમાં કોઈની સાથે પક્ષપાત કરવો,.કોઈને છેતરવો,જે હકીકત હોય જ નહી તે હકીકત કહેવી,કોઈને ખોટીરીતે દબાવવો,કોઈની સાથે કપટ કરવું, અનીતિ આચરવી, અપ્રમાણિક કોઈ પણ જાતનો વ્યવહાર કે આચરણ કરવું, આવા કોઈપણ જાતના વ્યવહાર કે આચરણમાં સત્યને કોઈ જ સ્થાન નથી,અને જ્યાં સત્ય ન હોય ત્યાં તનાવ સિવાય કાઈ હાથમાં આવેજ નહી.

માણસનો સ્વભાવ છે, કે પોતે પોતાની ભૂલનો કદી પણ સ્વસ્થતા પૂર્વક, વિવેક સાથે સ્વીકાર કરતો જ નથી,સ્વીકારતા પોતે ભય અનુભવે છે.એ માણસના મનની નબળાય છે,જેથી માણસ પોતાનામાં સુધારણા કરી શકતો જ નથી જો માણસ પોતાની નબળાઈઓ જાણે તો તે નબળાઈઓથી મુક્ત થઇ શકે છે. પણ જે પોતાની નબળાઈ છે, તેજ જ જાણતો નથી તેથી તે કદી બહાર નીકળી શકતો નથી. તે જગતનો શાશ્વત નિયમ છે, ટૂંકમાં જે જાણે તેજ પાંમી શકે છે. એ આધ્યાત્મ જગતનો શાશ્વત નિયમ છે .

માણસ જે સત્યને જોઈ શકે છે તેતો માત્ર આંશિક સત્ય જ હોય છે. પુર્ણ સત્યતો સાધના પછી નીર્વીચારમાં સ્થીર થવાથી ને પોતાનું વિસર્જન થાય એટલે કે પોતાના અહંકારની ઇચ્છાઓની નાબુદી થય ત્યારે જ સત્ય પ્રાપ્ત થાય છે, તેના માટે તો ઇન્દ્રિયા તીત થવું પડે છે, ને ત્રીગુણાતીત થવું પડે છે,તોજ સિદ્ધી હાથ વગી થાય છે તે સિવાય શક્ય જ નથી .

જીવનમાં કોઈપણ ઉપદેશનો મૂળ આધાર આચરણમાં જ રહેલો છે આચરણ સંપન્ન વ્યક્તિ જ ઉર્ધવી કરણ કરી શકે છે જ્ઞાન અને આચરણ બન્ને અત્યોન્ય રીતે જોડાયેલા છે ,અને જ્ઞાન અદ્વેત ભુમીમાજ પ્રાપ્ત થઇ શકે છે, જ્યાં રાગ. દ્વેષ. ,આશા,આકાંક્ષા, ભય,,આધી,વ્યાધી, ઉપાધી ન હોય ત્યાં પછી મૃત્યુ પણ હોતું નથી એને જ મુક્તિ ,કહેવામાં આવે છે.આ સિધ્ધાંત ગાંધીજીએ ગીતાના બીજા અધ્યાય માંથી ગ્રહણ કરેલ છે ને ગાંધીજીએ ગીતાને અનાસક્તિ યોગ કહ્યો છે.ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું છે કે જે કર્મમાં કર્મના ફળ ત્યાગે છે તે ચડે છે ને કર્મ ફળની આશા રાખે છે તે પડે છે,એટલે કે આશા ,અપેક્ષા આસક્તિ વગેરેમાં સ્થીર થાય છે તે પડે છે, જયારે અનાસક્તિ ,સ્થિતપ્રજ્ઞ ,સાક્ષીભાવમાં,ને સમતામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે તે ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરે છે, . .

ગાંધીજીએ સત્ય એજ પરમાત્મા છે એમ કહ્યું છે એટલે સત્યના આચરણ દ્વારાજ સત્ય સુધી પહોચી શકાય છે અને ગાંધીજીએ સત્ય અને અહીસા એ એક સીકાની બે બાજુઓ જ છે. તેઓએ અહિંસાનો અર્થ કરતા કહ્યું છે કે પર પીડા આપવી એ પણ હીંસાજ છે ,એટલે કે કોઈનું પણ ચિત્ત દુભાવવું એ પણ હીંસા જ છે. સ્પષ્ટતા કરતા કહ્યું કે જે માણસ તમોને દુશ્મન સમજતો હોય તેના વિશે પણ તમારા પોતાના મનમાં ખરાબ ભાવ હોવો જોઈએ જ નહી,તેમજ આપણા પોતાના શરીરથી, મનથી કે વીચારથી કોઈપણ પ્રાણીને કોઈપણ પ્રકારનું કષ્ટ આપવું નહી તેનું નામ.અહિંસા છે, આમ અહિસાને તેમને સૂક્ષ્મથી સુક્ષ્મ જાણીને અનુભવી છે.. તેમણેકહ્યું કે સત્યાગ્રહ અન્યાયની સામે લડવાનું શસ્ત્ર છે,પણ સત્યાગ્રહીના મનમાં ક્યાંય પણ અન્યાય કરનાર પ્રત્યે સહેજ પણ ખરાબ ભાવ હોવો જોઈએ નહી તેજ સાચો સત્યાગ્રહ છે, તેજ અહીસક લડાઈ છે.

ગાંધી દર્શનમાં જ્ઞાન અને આચારનો સમન્વય જોવા મળે છે, ગાંધીજીના શાસ્ત્રમાં બહારથી માત્ર પ્રેમ કરવો એ પ્રેમ નથી. પણપ્રેમ કરનારની વૃતીઓમાં ફેરફાર કરીને સહજ રૂપે પ્રેમ થવો તેજ સાચો પ્રેમ છે. આમ માણસના ભાવો અને આચરણમાં ફેરફાર કરવો એજ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનો સરળ રસ્તો છે. એમ ગાંધીજી માનતા હતા ને તે પ્રમાણે જ આચરણ કરતા હતા,

જયારે સર્વ ભૂતમાં રહેલો આત્મા એજ આપણો આત્મા છે. તેવી અનુભૂતિ થાય ત્યારે સ્વથી સ્વનો દોષ હોય શકે જ નહી અને રહેવા પામે પણ નહી,પછી તો શુદ્ધતા સિવાય બીજું કાઈ હોય શકે જ નહી એનો અર્થ છે પૂરે પૂરી અભિન્નતા,અદ્વેતતા અને આત્માનું સાર્વભોમ સ્વરૂપ સંપૂર્ણ એમાજ ગાંધીનું વિશ્વને એક સૂત્રમાં બાંધવાનું ગાંધીદર્શન.