અધ્યાય ત્રીજો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય ત્રીજો
 
तस्याः साधनानि गायन्त्याचार्याः ॥३४॥
તસ્યાઃ સાધનાનિ ગાયન્ત્યાચાર્યાઃ ॥૩૪॥
ભાવાર્થ - આચાર્યગણ એ ભક્તિના સાધન બતાવે છે.
 
तत्तु विषयत्यागात् सङ्गत्यागात् च ॥३५॥
તત્તુ વિષયત્યાગાત્ સઙ્ગત્યાગાત્ ચ ॥૩૫॥
ભાવાર્થ - તે (ભક્તિ સાધન) વિષયત્યાગ અને સંગત્યાગથી સમ્પન્ન હોય છે.
 
अव्यावृत्तभजनात् ॥३६॥
અવ્યાવૃત્તભજનાત્ ॥૩૬॥
ભાવાર્થ - અખંડ ભજનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.
 
लोकेऽपि भगवद्गुणश्रवणकीर्तनात् ॥३७॥
લોકેઽપિ ભગવદ્ગુણશ્રવણકીર્તનાત્ ॥૩૭॥
ભાવાર્થ - લોકસમાજમાં પણ ભગવદ ગુણ-શ્રવણ (ભક્તિનું સાધન) અને કીર્તનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.
 
मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद वा ॥३८॥
મુખ્યતસ્તુ મહત્કૃપયૈવ ભગવત્કૃપાલેશાદ વા ॥૩૮॥
ભાવાર્થ - (પ્રેમભક્તિની પ્રાપ્તિનું સાધન) મુખ્યતા મહાપુરુષોની કૃપાથી અથવા ભગવદ કૃપાના લેશ માત્રથી
(પ્રાપ્ત) થાય છે.
 
महत्सङ्गस्तु दुर्लभोऽगम्योऽमोघश्च ॥३९॥
મહત્સઙ્ગસ્તુ દુર્લભોઽગમ્યોઽમોઘશ્ચ ॥૩૯॥
ભાવાર્થ - પરંતુ મહાપુરુષોનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે.
 
लभ्तेऽपि तत्कृपयैव ॥४०॥
લભ્તેઽપિ તત્કૃપયૈવ ॥૪૦॥
ભાવાર્થ - એની (ભગવાનની) કૃપાથી જ (મહાપુરુષોનો) સંગ પણ મળે છે.
 
तस्मिंस्तज्जने भेदाभावात् ॥४१॥
તસ્મિંસ્તજ્જને ભેદાભાવાત્ ॥૪૧॥
ભાવાર્થ - કારણ કે ભગવાનમાં અને ભક્તમાં ભેદનો અભાવ હોય છે. (એટલે કે ભગવાન અને ભક્ત વચ્ચે કોઇ ભેદ હોતો નથી.)
 
तदेव साध्यतां तदेव साध्यताम् ॥४२॥
તદેવ સાધ્યતાં તદેવ સાધ્યતામ્ ॥૪૨॥
ભાવાર્થ - તેથી એની (મહત્સંગ – મહાપુરુષોના સંગની) જ સાધના કરો, એની જ સાધના કરો.
 
दुस्सङ्गः सर्वथैव त्याज्यः ॥४३॥
દુસ્સઙ્ગઃ સર્વથૈવ ત્યાજ્યઃ ॥૪૩॥
ભાવાર્થ - દુસંગનો સર્વદા (હંમેશા) જ ત્યાગ કરો.
 
कामक्रोधमोहस्मृतिभ्रंशबुद्धिनाशकारणत्वात् ॥४४॥
કામક્રોધમોહસ્મૃતિભ્રંશબુદ્ધિનાશકારણત્વાત્ ॥૪૪॥
ભાવાર્થ - કારણ કે તે (દુસંગ) કામ, ક્રોધ, મોહ, સ્મૃતિભ્રંશ (યાદ શક્તિનો નાશ), બુધ્ધિનાશ તથા સર્વનાશનું કારણ છે.
 
तरङगायिता अपीमे सङ्गात् समुत्रायन्ते ॥४५॥
તરઙગાયિતા અપીમે સઙ્ગાત્ સમુત્રાયન્તે ॥૪૫॥
ભાવાર્થ - આ (કામ, ક્રોધ, મોહ આદિ) પહેલા તરંગની જેમ આવી સમુદ્રનો આકાર લઇ લે છે. (તથા ખુબજ જલદી મનને ઘેરી લે છે.)
 
कस्तरति कस्तरति मायाम् यः सङ्गं त्यजति यो महानुभाव् सेवते निर्ममो भवति ॥४६॥
કસ્તરતિ કસ્તરતિ માયામ્ યઃ સઙ્ગં ત્યજતિ યો મહાનુભાવ્ સેવતે નિર્મમો ભવતિ ॥૪૬॥
ભાવાર્થ - (પ્રશ્ન) કોણ તરે છે? માયાથી કોણ તરે છે? (એટલે કે આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી કોણ તરી જાય) (ઉત્તર) જે બધા સંગોનો પરિત્યાગ કરે છે, જે મહાનુભાવોની સેવા કરે છે, અને જે મમતા રહિત હોય છે.
 
यो विविक्तस्थानं सेवते यो लोकबन्धमुनमूनयति निस्त्रैगुण्यो भवति योगक्षेमं त्यजति ॥४७॥
યો વિવિક્તસ્થાનં સેવતે યો લોકબન્ધમુનમૂનયતિ નિસ્ત્રૈગુણ્યો ભવતિ યોગક્ષેમં ત્યજતિ ॥૪૭॥
ભાવાર્થ - જે નિર્જન સ્થાન પર નિવાસ કરે છે, જે લૌકિક બંધનોને તોડી નાખે છે, જે ત્રણે ગુણોથી પાર થઇ જાય છે, તથા જે યોગ અને ક્ષેમનો પરિત્યાગ કરી દે છે. (જે પ્રાપ્ત ન થાય એની પ્રાપ્તિને યોગ અને જે પ્રાપ્ત થાય તેના સંરક્ષણને ક્ષેમ કહેવાય, અર્થાત્ ન કશું મેળવવાની ઇચ્છા, ન કશું બચાવવાની ઇચ્છા)
 
यः कर्मफलं त्यजति कर्माणि सन्नयस्स्यति ततो निर्द्वन्द्वो भवति ॥४८॥
યઃ કર્મફલં ત્યજતિ કર્માણિ સન્નયસ્સ્યતિ તતો નિર્દ્વન્દ્વો ભવતિ ॥૪૮॥
ભાવાર્થ - જે કર્મ ફળનો ત્યાગ કરે છે, કર્મોનો પણ ત્યાગ કરે છે અને ત્યારે બધુ જ ત્યાગ કરીને જે નિદ્વંદ્વ થઇ જાય છે.
 
यो वेदानपि सन्नयस्यति केवलमविच्छिन्नानुरागं लभते ॥४९॥
યો વેદાનપિ સન્નયસ્યતિ કેવલમવિચ્છિન્નાનુરાગં લભતે ॥૪૯॥
ભાવાર્થ - જે વેદોનો પણ ભલીભાઁતિ પરિત્યાગ કરી દે છે, અને અખંડ, અસીમ ભગવત પ્રેમ પ્રાપ્ત કરી લે છે.
 
स तरति स तरति स लोकांस्तारयति ॥५०॥
સ તરતિ સ તરતિ સ લોકાંસ્તારયતિ ॥૫૦॥
ભાવાર્થ - તે તરે છે (આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી), તે તરે છે, તથા લોકોને પણ પાર (કિનારે) લઇ જાય છે.
 
======== * ========