અધ્યાય બીજો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય બીજો
 
सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ॥२५॥
સા તુ કર્મજ્ઞાનયોગેભ્યોઽપ્યધિકતરા ॥૨૫॥
ભાવાર્થ - એ (પ્રેમરૂપા ભક્તિ) તો કર્મ, જ્ઞાન, અને યોગથી પણ શ્રેષ્ઠતર છે.
 
फलरूपत्त्वात् ॥२६॥
ફલરૂપત્ત્વાત્ ॥૨૬॥
ભાવાર્થ - કારણ કે (એ ભક્તિ) ફલરૂપા છે.
 
ईश्वरस्याप्यभिमानद्वेषित्वात् दैन्यप्रियत्वात् च ॥२७॥
ઈશ્વરસ્યાપ્યભિમાનદ્વેષિત્વાત્ દૈન્યપ્રિયત્વાત્ ચ ॥૨૭॥
ભાવાર્થ - ઈશ્વરનો પણ અભિમાનથી દ્વેષભાવ છે તથા દૈન્યથી (દીનથી) પ્રિયભાવ છે.
 
तस्याः ज्ञानमेव साधनमित्येके ॥२८॥
તસ્યાઃ જ્ઞાનમેવ સાધનમિત્યેકે ॥૨૮॥
ભાવાર્થ - એનું (ભક્તિનું) સાધન જ્ઞાન જ છે, કોઇકનો (આચાર્યોનો) આ મત છે.
 
अन्योन्याश्रयत्वमित्यन्ये ॥२९॥
અન્યોન્યાશ્રયત્વમિત્યન્યે ॥૨૯॥
ભાવાર્થ - બીજા (આચાર્યો) નો મત છે કે ભક્તિ અને જ્ઞાન પરસ્પર એકબીજાને આશ્રિત (આધારિત) છે.
 
स्वयं फलरूपतेति ब्रह्मकुमारः ॥३०॥
સ્વયં ફલરૂપતેતિ બ્રહ્મકુમારઃ ॥૩૦॥
ભાવાર્થ - બ્રહ્મકુમારોના (સનત્કુમાર આદિ અને નારદજીના) મતાનુસાર ભક્તિ સ્વયં ફલરૂપા છે.
 
राजगृहभोजनादिषू तथैव दृष्टत्वात् ॥३१॥
રાજગૃહભોજનાદિષૂ તથૈવ દૃષ્ટત્વાત્ ॥૩૧॥
ભાવાર્થ - રાજગૃહ અને ભોજનાદિમાં પણ એવું જ જોવા મળે છે. (ભૂખ દૂર કરવાની ઇચ્છા કોઇ નથી કરતું, ભોજન કરવાની ઇચ્છા કરે છે.)
 
न तेन राजा परितोषः क्षुच्छान्तिर्वा ॥३२॥
ન તેન રાજા પરિતોષઃ ક્ષુચ્છાન્તિર્વા ॥૩૨॥
ભાવાર્થ - ન તો એનાથી (જાણવા માત્રથી) રાજાને પ્રસન્નતા થશે, ન તો એની (આત્માની) ક્ષુધા (ભૂખ) મટશે.
 
तस्मात् सैव ग्राह्या मुमुक्षुभिः ॥३३॥
તસ્માત્ સૈવ ગ્રાહ્યા મુમુક્ષુભિઃ ॥૩૩॥
ભાવાર્થ - તેથી (સંસારના બંધનોથી) મુક્ત થવાની ઇચ્છા રાખનાર લોકોએ ભક્તિ જ ગ્રહણ કરવી જોઇએ.
 
======== * ========