તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું

તે સવિતા પરબ્રહ્મ પ્રભુનું, નિત્ય નિરંતર ધ્યાન ધરું
ભર્ગ વરેણ્યથી વ્યાપ્ત વિભુ, વિશ્વેશ પદે હું પ્રણામ કરું
પ્રેરો રવિ મતિ સદગતિ આપે, એ વચનો મુખથી ઉચારું. તે...
 
સર્વજ્ઞ સર્વાતર ગતિ, શક્તિશ્વરને હું સદા સમરું
સર્વ કર્મના સાક્ષી ગણી, હું નિંદ્ય કર્મથી નિત્ય ડરું
મન વાણી કાયા થકી કાર્યને, આનંદે આજે હું નમન કરું. તે...
 
સૃષ્ટ વસ્તુથી ભિન્ન અગોચર, એક તત્ત્વ જે અકળ ખરું
કરુણાસાગરને ચરણ, ચરણ રહી કર દ્વય પ્રસારું
વિશ્વોદ્વારક રવિ સુખકારક, ભાનુ તુજ ભક્તિમાં ચિત્ત ધરું. તે...
 
ભક્તિ પરા ભગવંત તણી, અતિ શ્રેષ્ઠ ગણી કદી ન વિસરું
વિશ્વનાથ વિશ્વાસ તમારો, ધરી નીતિથી નવ હું ફરું
પૂર્ણ કરો રવિ યોગ્ય મનોરથ, હ્રદય સ્વરૂપાનંદ ભરું. તે...
 
અતિ દિન અલ્પજ્ઞ અશક્ત, ક્ષણ પ્રતિક્ષણ અપરાધ કરું
પરમ કૃપાથી ક્ષમા કરશો, તો ભવસિંધુ સદ્ય તરું
અર્ઘ્ય ધ્યાન જપ વંદન કરીને, જ્ઞાન ભક્તિને સદા વરું. તે...