શ્રી શિવ પઞ્ચાક્ષર માલા

        इष्टवस्तुमुख्यदानहेतवे नमः शिवाय ।
        दुष्टदैत्यवंशधूमकेतवे नमः शिवाय ।
        सृष्टिरक्षणाय धर्मसेतवे नमः शिवाय ।
        अष्टमूर्तये वृषेन्द्रकेतवे नमः शिवाय ।

ઈચ્છિત વસ્તુનું દાન આપવાના મુખ્ય કારણરૂપ શિવને નમસ્કાર. દુષ્ટ રાક્ષસોના વંશના વિનાશ માટે ધૂમકેતુના જેવા શિવને નમસ્કાર. સૃષ્ટિના રક્ષણ માટે ધર્મના સેતુરૂપ શિવને નમસ્કાર. જેની ધજામાં વૃષભનું ચિહ્મ છે તેવાં અષ્ટમૂર્તિ શિવનને નમસ્કાર.

 
        शापदोषखण्डनप्रशस्त ते नमः शिवाय ।
        व्योमकेशदिव्यभव्यरूप ते नमः शिवाय ।
        हिममेदिनीधरेन्द्रचाप ते नमः शिवाय ।
        नाममात्रदग्धसर्वपाप ते नमः शिवाय ।

શાપ અને દોષનો નાશ કરવામાં કુશળ તે શિવને નમસ્કાર. આકાશ જેવાં વિશાળ કેશ અને દિવ્ય ભવ્ય રૂપવાળા તે શિવને નમસ્કાર. હિમાલય પર્વતના સોહામણા ઈન્દ્રધનુ જેવાં તે શિવને નમસ્કાર. જેનાં નામમાત્રના જાપથી પાપ નાશ પામે છે તે શિવને નમસ્કાર.

 
        जन्म मृत्यु घोर दुःख हारिणे नमः शिवाय ।
        चिन्मयैकरूपदेहधारिणे नमः शिवाय ।
        मन्मनोरथावपूर्तिकारिणे नमः शिवाय ।
        सन्मनोगतायकामवैरिणे नमः शिवाय ।

જન્મ અને મૃત્યુના ઘોર દુઃખને દૂર કરનાર શિવને નમસ્કાર. ચિન્મયરૂપ દેહને ધારણ કરનાર શિવને નમસ્કાર. મનના મનોરથ પૂરા કરનાર શિવને નમસ્કાર. શુદ્ધ મનથી જાણી શકાય તેવા અને કામદેવના શત્રુ શિવને નમસ્કાર.

 
        स्तोक भक्तितोऽपि भक्तपोषिणे नमः शिवाय ।
        माकरन्दसारवर्षिभाषिणे नमः शिवाय ।
        एकबिल्वदानितोडपितोषिणे नमः शिवाय ।
        नैकजन्मपापजालशोषिणे नमः शिवाय ।
અલ્પ ભક્તિથી પણ ભક્તો ઉપર પ્રસન્ન થનાર શિવને નમસ્કાર. મકરન્દનાં મધુર વચનોની વૃષ્ટિ કરનાર શિવને નમસ્કાર. માત્ર એક બીલીપત્રના દાનથી પણ સંતુષ્ટ થનાર શિવને નમસ્કાર. અનેક જન્મોના પાપ સમૂહનો નાશ કરનાર શિવને નમસ્કાર.
 
        अन्तकान्तकाय पापहारिणे नमः शिवाय ।
        शंतमाय दन्तिचर्मधारिणे नमः शिवाय ।
        संतताश्रितव्यथाविदारिणे नमः शिवाय ।
        जन्तुजातनित्यसौरव्यकारिणे नमः शिवाय ।

કાળના પણ કાળ, પાપ હરનાર શિવને નમસ્કાર. કલ્યાણ કરનાર તથા ગજચર્મને ધારણ કરનાર શિવને નમસ્કાર. સતત આશ્રયે આવનારની વ્યથા વિદારનાર શિવને નમસ્કાર. પ્રાણીમાત્રને નિત્ય સુખ આપનાર શિવને નમસ્કાર.