પર પીડાની અનુભૂતિ

વાત છે બ્રિટિશ શાસન કાળની. એ દિવસોમાં ગંગા-યમુના નદીઓના ભયંકર પૂરે હજારો પરિવારોને બેઘર કરી દીધા હતા. હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો ભોજન અને વસ્ત્રોથી વંચિત થઈ ગયા હતા. જો કે સંવેદનશીલ તેમજ સહયોગી પ્રવૃત્તિ વાળા વ્યક્તિઓએ પૂર પીડિતોની યથાશક્તિ સહાયતા કરી પરંતુ એ સમયની કડક ઠંડીમાં કઠિનતા વધુ ને વધુ વધતી જતી હતી.
 
દીનબંધુ એંડ્ર્યુજ પણ આ વિષમ પરિસ્થિતિથી પ્રભાવિત થવા વગર નહીં રહ્યા તથા તેમણે પૂરમાં પીડિતો પાસે જવાનો નિશ્ચય કર્યો. તેમણે રેલ દ્વારા પ્રસ્થાન કર્યું. સંયોગવશ તેમના શિષ્ય કોમલ સિંહ મહેતા પણ એ જ ડબ્બામાં યાત્રા કરી રહ્યા હતા. બન્ને એકબીજાને મળીને ખૂબ જ પ્રસન્ન થયા તથા ઘણા સમય સુધી વાર્તાલાપ કરતા રહ્યા. દીનબંધુ પાસે એક સાધારણ પાથરણું હતું, જેની પથારી બનાવી તેઓ તેમનું શરીર સંકેલીને સૂઈ ગયા. તેમને નિંદરની ઝપકો પણ આવા માંડી.
 
શિષ્ય મહેતાએ વિચાર્યું કે, કદાચ ગુરુદેવને ઠંડી લાગી રહી હશે. તેમણે એક ધાબળો ગુરુજીને ધીમેથી ઓઢાવી દીધો. ધાબળો ઓઢાવતાની સાથે જ ગુરુદેવ થોડી વારમાં ઊઠી ગયા અને ધાબળો તેમના શરીર પરથી હટાવી દીધો. શ્રદ્ધાળુ શિષ્ય મહેતા આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું, "ગુરુદેવ આખરે વાત શું છે? આપ અચાનક જ ધાબળો ઓઢાવતાની સાથ ઊઠી ગયા." ગુરુજી બોલ્યા, "જેવી મને ઊંઘ આવી કે તું એ મને દ્રવિત થઈને આ ધાબળો ઓઢાવી દીધો. પરંતુ આ ધાબળાની આરામદાયક ગર્માહટ મેળવીને મને એકાએક ઠંડીમાં કાંપતા એ હજારો પૂર પીડિતોનું ધ્યાન આવ્યું કે જેમના તનને ઢાંકવા માટે પૂરતા વસ્ત્રો પણ નથી. આવી કકડતી ઠંડીમાં એ બીચારાઓનો શું હાલ હશે? બસ આ જ વિચારથી મારી આંખો ખુલી ગઈ." શિષ્ય મહેતા આ વાર સાંભળીને ગુરુદેવ પ્રતિ શ્રદ્ધા સાથે નતમસ્તક થઈ ગયા.