ભગવદ્ ગીતા પ્રવચન (અધ્યાય ૨ શ્લોક ૨૩-૨૮)

વિડિયો સમય: 
૧ કલાક
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥ गीता २.२३ ॥
આ આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતો, જળ પલાળી નથી શકતું અને વાયુ સૂકવી નથી શકતો.
 
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ गीता २.२४ ॥
કારણ કે આ આત્મા અચ્છેદ્ય (છેદી ન શકાય એવું) છે, આ આત્મા અદાહ્ય (બાળી ન શકાય એવું) છે, અક્લેદ્ય (ભીંજવી ન શકાય એવું) અને નિઃસંદેહ અશોષ્ય (શોષી ન શકાય એવું) છે તથા આત્મા નિત્ય, સર્વવ્યાપી, અચલ, સ્થિર અને સનાતન છે.
 
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥ गीता २.२५ ॥
આ આત્મા અવ્યક્ત (વ્યક્ત નહિ એવું) છે, આ આત્મા અચિંત્ય (વિચાર ન થઈ શકે એવું) છે અને આ આત્મા વિકાર રહિત છે. હે અર્જુન ! આ આત્માને ઉપર્યુક્ત પ્રકારે જાણી તું શોક કરવા યોગ્ય નથી અર્થાત્ તારે શોક કરવું ઉચિત નથી.
 
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥ गीता २.२६ ॥
પરંતુ જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માને છે, તો પણ હે મહાબાહુ ! તું આ પ્રકારે શોક કરવા યોગ્ય નથી.
 
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥ गीता २.२७ ॥
કારણ કે આ માન્યતા અનુસાર જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલનો જન્મ નિશ્ચિત છે. આથી આ વગર ઉપાયવાળા વિષયમાં તું શોક કરવા યોગ્ય નથી.
 
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥ गीता २.२८ ॥
હે અર્જુન ! સંપૂર્ણ પ્રાણી જન્મ પહેલા અપ્રકટ હતાં અને મૃત્યુ બાદ પણ અપ્રકટ થઈ જનાર છે, કેવળ મધ્યકાળમાં જ પ્રકટ છે; તો પછી આવી સ્થિતિમાં શું શોક કરવો?