ધર્મની આજની સ્થિતિ - તત્ત્વચિંતક વી. પટેલ

પશ્ચિમમાં આધ્યાત્મિક ધર્મવાદ સાવ જ ખતમ થઇ ગયો છે, જ્યારે પૂર્વમાં ધર્મ કેવળ ને કેવળ અંધવિશ્વાસમાં પરિવર્તન થઈ ગયો છે. અંધશ્રધ્ધામાં અને ચમત્કારોમાં ગળા દુબ બની ગયો છે, પરંતુ માનવ બન્ને જગ્યાએ વર્તમાનમાં છે, એક બાજુ બધી જ જૂની વ્યવસ્થાઓને તોડીને સમાજ નવી વ્યવસ્થાના નવા રૂપો શોધી રહ્યો છે, ને નવા રૂપો શોધ્યે જ જાય છે, તો બીજી તરફ સમાજની કલુષિત પ્રવૃતિઓને કારણે વ્યક્તિ વૈરાગ્ય લઈને રહશ્યવાદમાં આનંદ લઇ રહ્યાના ભ્રમમાં જીવે છે. આથી આનંદ પામતો નથી કે સંસારનું સુખ ભોગવી શકતો. પહેલો પોતાની બધી જ સમૃદ્ધી ને કારણે ઉદ્દામ બની ગયો છે, ને ચિંતાગ્રસ્ત ,તનાવ ગ્રસ્ત, પરેશાન અને, દુઃખી છે તો બીજી બાજુ પોતાની જ ખામીઓને કારણે જ માણસ ગરીબાય અને ભૂખમરો ભોગવી રહ્યો છે. તો પણ ધર્મના ઓઠાનીચે શાંત બેઠો છે, પરમાત્મા બધું જ કરી દેશે તેવા ભરોસા પર જીવી રહ્યો છે. અને ધર્માત્માઓ આવો ભરોસો પ્રદાન કરે છે. બધું જ થઇ રહેશે, નાચનારાઓને ધર્માત્માઓ, અને કથાકારો નચાવે છે, ને તેમણે પોતાની બુધ્ધી ધર્માત્માઓને ત્યાં ગીરો મૂકી દીધી હોય છે. જેથી તટસ્થતા પૂર્વક શાંત ચિત્તે વિચારી શકતો નથી. આમ દુનિયાનું નાટક ભજવાય રહ્યું છે.

પશ્ચિમ સદાય ગતી શીલ રહ્યું છે ,એમનું સમગ્ર જીવન ગતી શીલ છે. એમણે બુધ્ધી પૂર્વક સાહસ કરીને નવા નવા ક્ષેત્રો ખોલીને નવા આવીશકારો પ્રાપ્ત કર્યા છે,અને આર્થિક સમૃદ્ધી પ્રાપ્ત કરી છે. એમણે કાંઈક આપ્યું છે, તો કાંઈક મેળવ્યું પણ છે,તે હકીકત છે.જ્યારે પૂર્વ શ્રદ્ધાના જોરે બધું જ થઇ જ જશે તેવા ભ્રમમાં છે.

પૂર્વ સદાયને માટે સ્થીર જ રહ્યું છે ,તે કોઈ પણ જાતના બદલાવથી ભય અનુભવે છે.અનેક પ્રકારના સંપ્રદાયો અને પંથોએ પોત પોતાના ,વાડા ઉભા કરી દીધા છે,આ વાડામાંથી ધેટા કુદકા મારીને બીજા વાડામાં વહ્યા ન જાય તેની બરાબર કાળજી રાખે છે.ને આ બધાજ વાડાને ભય અને ભ્રમનું તાળું મારી દીધું હોય છે.ને પુરાયેલા ધેટાની વિશાળતા જ ખતમ કરી નાખી હોય છે...

ધર્મ એટલેજ વિશાળતા જે ધર્મ માણસને વિશાળતામાં અને ભોમામાં સ્થીર ન કરે તે નથી ધર્મ પણ અધર્મ છે આમ સકુચીત્તતાને કારણે ને સમાજ ને ભય ગ્રસ્ત અને ભ્રમ ગ્રસ્ત કરી નાખેલ છે,.જરાક ગતી શીલતા આવે છે તો ગભરાવા માંડે છે.અને તેમની વિરાસત ખસી જવાની તેઓને બીક લાગે છે,અને સંસ્કૃતિનો નાશ થઇ જશે,ધર્મ ભયમાં છે વગેરે ગાણા શરુ કરી નાખે છે. આરીતે માણસને સતત ભયમાં અને ભ્રમમા જ રાખે છે,અને જ્યાં ભય અને ભ્રમ હોય ત્યાં શાંતિ હોય શકે જ નહી.તે તો શાશ્વત નિયમ છે,

જે વસ્તુની ક્યાંય પણ હયાતી નથી કોઈ જઈને આવ્યું નથી છતાં સ્વર્ગના વખાણ જેથી માણસ લલચાય છે અને નર્કની બિહામણી બનાવતી વાતો કરે છે જેથી માણસ ભયગ્રસ્ત થઈ જાય છે, આમ જેનું કોઈ અસ્તિત્વ જ નથી, તેવાં સ્વર્ગ ,નર્ક અને ચમત્કારોની વાતો કરી લોકોને છેતરવાનો મોટો ધંધો ચાલી રહ્યો છે,.અને કર્મ કાંડો,ક્રિયાકાંડો અને બાહ્યાચારો કરી કરાવી સમૃદ્ધ કરી દેવાના વચનો આપી દેવાનું જ કામ ચાલી રહ્યું છે.

પદાર્થમાંથી સુખ શાંતિને આનંદ કદી પણ પ્રાપ્ત થાય જ નહી, તે માટે તો માણસે પોતાની જાતને જ જાણવી જોઈએ તેમાંથી રાગ દ્વેષ,કામના,વાસના જેવા ગંદવાડ બહાર ફેંકી દેવાં પડે છે. ને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડે છે ,ને અનાસક્ત ભાવમાં ,સાક્ષીભાવમાંસ્થીર થઇ અને સરળ સહજ અને સત્યનું આચરણ કરવું પડે છે, તોજ સુખ,શાંતિ પ્રાપ્ત થાય છે,બહિર્મુર્ખતા છોડી અંતરમુર્ખતામાં સ્થીર થવું પડે છે.

આ આંતરિક રસ્તાની વાતો જ કરવામાં આવતી નથી જો વિવેચન કરે કે વાતો કરી અંતરમાં ઉતરવાનું ને આંતરિક સાધના કરવાનું કહે તો આ રસ્તામાં માણસને દોવાય નહી ,માટે આધ્યાત્મિક માર્ગની વાતો કે પ્રચાર કરતા નથી,ને બહ્યાચારોમાં ભરપુર રીતે દોઈ શકાય છે,માટેજ ચમત્કારોની વાતો કરે છે.ને દોવે છે.

અમારા ગુરુએ એક ભાઈને કેન્સર થયેલ ને ડોકટરે છેલ્લી સ્થિતિએ છે, તેવો રીપોર્ટ આપેલો. તેના પિતા ગુરુ પાસે આવ્યા ને ગુરુએ મંત્રેલા પલાળેલા ચણા આપ્યા ને પછી નિયમિત પલાળેલા ચણા ખાવાનું કહ્યું તેમણે તેમ કર્યું ને કેન્સર સાવ જ મટી ગયું. જે નવું જીવન પ્રાપ્ત થયું ને જીવ્યો ત્યાં સુધી અમારી ભક્તિ કરી આ છે.અમારા ધર્મમાં જોડાવાનો લાભ આવાં ગપ ગોળાની વાતો આવા ચમત્કારોની બોગસ વાતો રજુ કરી માણસોને શીશામાં પુરવાનું જ કામ કરે છે. .નેધર્માત્માઓ ખોટુતો બોલેજ નહી તેવો માણસનો ખ્યાલ હોય છે, માટે જ બધું ચાલે છે. માણસને ખબર નથી કે આજના ધર્માત્માઓ તો જુઠાનાં સરદારો હોય છે.,

હંમેશા સંદેહ જ નવા જ્ઞાનનો ઉદય કરે છે,આજે ભારતીય મનીષીઓ તત્વચિંતકો, વિચારવાન માણસો ,કઇ રીતે શાસ્ત્રોની વ્યાખ્યા નવી કરી શકાય. જે એક્વીશમી સદીને અનુકુળ હોય અને પાછી તર્ક સંગત હોય, આના પર આજની ઉગતી પેઢી વિચારતી થઇ છે.ને વિચારે પણ છે..

પણ આ ધર્માત્માઓના સકંજામાંથી કેમ બહાર નીકળવું તે જ મોટો સવાલ છે .કારણ કે એવો સમાજ ખુચિ ગયો છે કે સહેલાય થી નીકળી શકે તેમ નથી.અને વધારે ને વધારે ખુચતો જાય છે. તે પણ એટલીજ સાચી હકીકત છે.સમાજમાં સમતા અને સમરસતાની ખાસ આવશ્યકતા છે.અને વિસંવાદીતાથી બહાર નીકળવાની જરૂર છે ,આ બાબતે કામ કરવાની જરૂરીયાત છે.. .

આજે સમાજ જુદી જ રીતે પ્રભાવિત થઇ રહ્યો છે, જે ખતરનાક પરિસ્થિતિનું નીર્માંણ થઇ રહ્યું છે, તેમાંથી સમાજ ને બહાર કાઢવો જ પડશે.જો આકામ નહી થાય તો ભાવી પેઢીના ગુનેગાર સાબિત થઇ શું એમ લાગે છે. .

આજે જે કાંઇ ધર્મના નામે ચાલી રહ્યું છે, તે એક યા બીજા બાના નીચે આતંગને ,અપ્રમાણીક્તાને અસત્યને જ ટેકો આપી રહ્યું છે,અને માણસમાં અપ્રમાંણીક્તા વધે તેવું જ ચાલી રહ્યું છે, આજના ધર્મોની દાનની વાત જ ખોટું કરવાની પ્રેરણા આપે છે, બધાજ ધર્મો પાસે જે કાંઈ નાણા છે, તે અપ્રમાંણીક્તા દ્વારા કમાયેલા નાણાનો જ ઢગલો છે.માણસ અપ્રણીક્તા દ્વારા કમાય છે, ને તે નાણાને શુધ્ધ કરવા અમુક રકમ ધર્માત્માઓને ધરે છે.ને પોતે પાપ માંથી મુક્ત છે. તેવાં ભાવમાં જીવે છે.આમ સંસારમાં અપ્રમાણીક્તાનો વ્યાપ વધતો જ જાય છે. જેને પરિણામે ચારે તરફ અપ્રમાંણીકતા,આતકવાદ ફેલાય રહ્યો છે, ને સમતા ને સમરસતાનુ ક્યાંય નામ સુધ્ધાં નથી..

ધર્મનુ નામ જ સમરસતા છે.જ્યાં સમરસતા નથી ત્યાં ધર્મ નથી.જ્યાં વાદ વિવાદ છે ત્યાં ધર્મ નથી જ્યાં સંવાદ છે,ત્યાં જ ધર્મ છે ,આટલી વાતજો સમજાય જાય તો પણ ધણું મોટું શાંતિનું ફળ પ્રાપ્ત થાય.

પશ્ચિમ અને પૂર્વમાં એક વિશેષતા જોવા મળે છે જેમાં વિશેષ કરીને અધ્યાત્મની છે,અધ્યાત્મ જોકે વ્યક્તિગત જ હોય છે ,પણ તે સામુહિક બની શકે છે.અધ્યાત્મને માનનાર મોક્ષ માર્ગનો કોઈ માણસ સંસારી સાથે વાત કરે તો બંને વચ્ચે વાદવિવાદ થતા નથી,બન્નેના રસ્તાઓ અલગ છે,તેમ છતાં વાદવિવાદ થતા જ નથી તેથી મનમાં સહેજ તનાવ થઇ શકે છે .પણ સંધર્ષ થતો નથી.તે તેની વિશેષતા છે.

બે જુદા જુદા સંપ્રદાયના માણસ ભેગા થઇ જાયતો વાદ વિવાદ શરુ થઈ જતા હોય છે એક બીજાના ગુરુના વખાણ કરવામાં થાકતા હોતા નથી ને ગુરુઓના ચમત્કારોની વાતો કરતા હોય છે,અને વાદવિવાદ શરુ થઈ જતા હોય છે આનું નામ છે ધર્માન્ધતા જે ખતરનાક પરિણામો લાવે જ છે..ખરે ખર બન્નેમાં જે સારા ગુણો હોય તેનો સ્વીકાર કરવો જોઈએ ને ખરાબ ગુણો છે તેની તિલાંજલી આપવી જોઈએ.તેજ સાચી રીત છે, ધર્માંધતા હોવાને કારણે તેવું થતું નથી. કારણ કે જેર પાયેલું હોય છે.એટલે જ સમાજ ભટકાવ અને ઉદાસીન માર્ગ તરફ આગળ વધી રહ્યો છે ,આમાં વ્યક્તિની જીત છે, પણ સમાજની જીત નથી, .સમાજની જીત માટે તો વ્યક્તિને અધ્યાત્મ તરફ વળવામાં જ છે, અને સમાજને અધ્યાત્મના રૂપમાં બદલવો જ પડશે જો આ થઇ શકશે તો જ સમાજમાં સમતા અને સમરસતા આવશે.અન્યથા વિષમતા સિવાય કાંઈ હાથમાં આવનાર નથી.

આવો બદલાવ કરવો જ પડશે.અધ્યાત્મ નાં આચરણ સિવાય સમાજ માં સમરસતા,અને સમતા આવવી મુસ્કેલ છે અશક્ય જ છે ,સ્થીર સમાજમાં પરમાત્માનો વિરોધ કરવો કઠીન હોય છે.અને સ્થિરતા માત્ર ને માત્ર અધ્યાત્મ દ્વારા જ પ્રાપ્ત થાય છે,અધ્યાત્મ માર્ગમાં વ્યક્તિ પોતાની માનસિક શક્તિ અને શાંતિ પોતેજ પોતાની રીતે સત્યના માર્ગેઅંદરથી જ શોધે છે, અને તેમાં જ એક રત રહે છે ,અને અંત:કરણમાં બેઠેલા પરમાત્માને પુઝે છે, ને બાહ્ય પર તેને ભરોસો હોતો નથી.બહાર ભટકાવ છે, તેમ તે જાણે છે અનુભવે છે. .જેથી સમાજમાં સમરસતાઅને સમતા સ્વાભાવિક રીતે પ્રસ્થાપિત થાય છે, અને વાદ વિવાદને તેમાં સ્થાન જ નથી .આનું નામ છે ધર્મ મુલક આધ્યાત્મિક સમતા અને સમરસતા,એટલે સમાજને આધ્યાત્મ સાથેજ જોડવો જોઈએ જો આ આપણે કરી શકી શું તો જ સમાજમાં સમતાને સમરસતા આવશે જેથી સમાજમાં આતંક નાબુદ થશે કારણ કે પછી તો સોનો આત્મા એજ મારો આત્મા પછી જગડવાનું વાદવિવાદ કરવાનું સ્થાન જ બચતું નથી.અત્યારે તો અનેક દેદેવીઓનો રાફડો ફાટ્યો છે સો પોત પોતાની દેવદેવીઓને વળગીને ચાલે છે ને સો પોતાની દેવ દેવીને છાતીએ બાંધેલ હોય છે જરાક તેનો વિરોધ કોઈ કરે કે તુર્તજ વિષમતા વાદ વિવાદનુ મોટામાં મોટું રૂપ બને છે.

ચાલો આપણે આ જગતમાં એક જ પરમતત્વ પરમાત્મા છે. તેને જાણીએ ને તેના થઇ ને રહીએ ને તે આપણી અંદરજ આત્મા તરીકે તે બિરાજે છે.માટે આત્માને જાણીએ તેમાં સ્થીર થઈએ. તે સત્ય સ્વરૂપ છે. આપણે પણ સત્ય સ્વરૂપ થઈને જીવીએ ત્યાજ શાંતિ સુખ છે,તે પ્રાપ્ત કરીએ. આજ સાચો રસ્તો છે તેને ગ્રહણ કરો ત્યાજ મઝા છે. સત્ય જ પરમાત્મા છે. તેને પકડો .બીજું બધું જ ભટકાવ છે.તેનાથી મુક્ત થાવ એજ અભ્યર્થના.