અધ્યાત્મિકતાની પૂર્ણતા - સ્વામી ચિદાનન્દજી

આપણી અધૂરી સાધનામાં પૂર્ણતા લાવવા માટે આપણે વેદાન્તની સાથે ધ્યાન, પૂજા અને યોગ દ્વારા માનવ સમાજમાં ખુદને નિરંતર એક આદર્શ માનવ બનવાના પ્રયાસમાં લાગી રહેવું જોઈએ. આપણે આ વ્યવહારિક તથ્યની અપેક્ષા નહીં કરી શકીએ કે આપણે એક મનુષ્ય, એક સાધક, એક ભક્ત, એક એવા અધ્યાત્મિક સાધક છીએ જે મોક્ષની અભિલાષા રાખીયે છે તથા માનવ-ચેતનાથી ઉપર ઉઠી દૈવી-ચેતનામાં રૂપાંતરિત થવા માટે સંઘર્ષ કરીએ છીએ.
 
આ તથ્યને આપણે નકારી નહીં શકીએ કે આપણે એક સામાજીક પ્રાણી છીએ. આથી આ સત્યને યથાસંભવ પૂર્ણતાની નજીક લાવીએ. ઈશ્વરની રચનાનું એક અંગ હોવાને કારણે બધાની સાથે આપણે આપણા સંબંધ એક સમાન રાખવા જોઈએ. સાધના કરી આપણે આપણી પ્રકૃતિને પરિષ્કૃત કરવાની આવશ્યકતા છે જેનાથી આપણે એક સભ્ય સુસંસ્કૃત નાગરિક બની શકીએ. આપણે અહંનો ત્યાગ કરી એક એવા સાચા માનવ બની શકીએ, જેમાં બુદ્ધિમાની, મિત્રતા અને દયાળુતા હોય. આપણામાં એવું કરવાની શક્તિ છે. આપણી આધ્યાત્મિકતા ત્યારે જ પૂર્ણ થશે.
 
"મારા કર્મોનું શું થશે સ્વામીજી! શું મને કર્મ કરવાની સ્વતંત્રતા નથી?" આપણને કર્મ કરવાની પૂરી સ્વતંત્રતા છે. આપણે એક સ્વતંત્ર કર્તા છીએ. આપણા બધા અનુભવોને આપણા ભાવી કર્મ સંચાલિત કરશે. આ જીવન અવધિમાં થવાવાળા આપણા બધા અનુભવો સુખ-દુઃખ, હાનિ-લાભ, હર્ષ-વિષાદ, સફળતા-અસફળતા, માન-અપમાન, તૃપ્તિ-અસંતોષ એમ બધાને સંચાલિત કરશે. કેવળ કર્મ દ્વારા પ્રશાસિત અનુભવોમાં આપણે પસાર થવું પડશે.
 
જો આપણે અંદરથી આપણું સંચાલન ઈશ્વરની ભક્તિ, વિશ્વાસ અને આધ્યાત્મિક આકાંક્ષાઓ દ્વારા પર્યાપ્ત સાધના-શક્તિ અને સહનશીલતાની સાથે કરીએ, તો આ અનુભવ પણ આપણને પ્રભાવિત કર્યા વગર આપણને છોડી ચાલ્યા જશે. આ નવી વ્યવસ્થામાં સ્થાપિત થવાને કારણે આ અનુભવો આપણને અપ્રભાવિત છોડી ચાલ્યા જશે. આપણે આપણા મનમાં સંકલ્પ કરવું - "જીવનમાં કશું પણ થવા દો, દરેક પરિસ્થિતિમાં મારે મારા મનની શાંતિ ભંગ નથી કરવી. સુખ-દુઃખ મારા માટે એક સમાન છે, હાનિ-લાભ મારા માટે એક સમાન છે, માન-અપમાન મારા માટે એક સમાન છે. હું આને મારા મનની શાંતિ ભંગ કરવાની અનુમતિ નહીં આપી શકું. હું આ બધાથી શ્રેષ્ઠ છું, આ વિરોધી દ્વંદ્વોથી શ્રેષ્ઠ છું."
 
આપણે આપણા મનની સંરચના એવી રીતે કરવી જોઈએ કે આપણે કર્મો પર હસી શકીએ. "કર્મોની જેવી પણ પરિસ્થિતિ આવે, કશું પણ અવશ્યંભાવી (જે નિશ્ચિત હોય તેવું) થઈ પડે, બસ મારે સહેવું છે." ત્યારે આ આપણા માટે મહત્વહીન બની જશે. કર્મ દ્વારા પ્રશાસિત અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ ધરતી પર રહી ઈશ્વરે આપણને કર્મ કરવાની જે સ્વતંત્રતા પ્રદાન કરી છે, તેને કર્મ અલ્પ નથી કરી શકતા. આ ભૂલોક પુરુષાર્થનું સ્થાન છે. આ કર્મભૂમિ છે, પુરુષાર્થની ભૂમિ છે. કર્મ કરો, કર્મ કરતાં રહો.
 
શ્રી કૃષ્ણ ગીતા-ગાન કરતી સમયે અર્જુનને સતત આ જ કહે છે "કર્મ કરો, કર્મ કરો" અને શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય ગુરુ નથી. તેઓ જાણતા હતાં કે તેઓ શું કરી રહીયા છે. એમણે કહ્યું - "જીવંત વર્તમાનમાં કર્મ કરો, હ્રદય ભીતર, ઈશ્વર ઉપર" આ પ્રકારે આપણે મનથી, વાણીથી, કર્મથી કર્મ કરવા માટે સ્વતંત્ર છીએ. આપણે આપણી આત્માના કર્ણધાર છીએ. આપણે આપણા ભાગ્યવિધાતા છીએ. આપણે આપણા કર્યક્ષેત્રના સ્વામી છીએ. કર્મની વિપરીત અવધારના નહીં કરવી. આપણે પોતાને પૂછીએ - "હું શું કરી શકું છું?" આપણે બધુ કરી શકીએ છીએ. સ્પષ્ટ અવબોધ કરીએ. મન બનાવીયે અને જીવન એવું બનાવીયે કે એક સૌંદર્ય ઝળકી ઉઠે.
 
- પરમ પાવન શ્રી સ્વામી ચિદાનન્દજી મહારાજ
દિવ્ય જીવન સંઘ