સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
પ્રેમચંદજી
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • હોલિકા દહન
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ
  • ये कौन चित्रकार है
  • તુલસી

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

વસંત પંચમીનું વ્રત

  • વ્રત કથા
  • 551 reads
  • ""
  • PrintPrint
  • Permalink
  • E-MailE-Mail
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
 
ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
 
ૐ શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્ ।
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ॥
 
વસંત પંચમીનું વ્રત કરનારને ઉપરોક્ત શ્લોક આવડતો ન હોય તો બ્રાહ્મણો ઉચ્ચ સ્વરે આ શ્લોક બોલે અને વ્રતીએ બે હાથ જોડીને તેનું શ્રવણ કરવું. મંત્ર પૂર્ણ થયા પછી આરતી ઉતારી પ્રસાદ ધરાવવો અને ભગવાન વિષ્ણુને કે ઇષ્ટદેવને વારંવાર વંદન કરવા.
 
ત્યાર પછી બ્રાહ્મણોનું અર્ચન-પૂજન કરી તેમને દાન-દક્ષિણા આપી પ્રસન્ન કરવા રાત્રે વસંત પંચમી વ્રત-મહિમા સાંભળવો અને ભજન કીર્તન કરવાં.
 
વસંત પંચમીનું વ્રત એ માત્ર વ્રત જ નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ એ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. આ દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરવાં, શણગાર સજવાં અને રંગબેરંગી ચિત્રો તથા ધજા-પતાકાથી ઘરને શણગારવું. વસંત પંચમી એ વસંતોત્સવનો પ્રથમ દિવસ ગણાય છે. વસંતઋતુ એટલે સૃષ્ટિની નવ ચેતના, યૌવનકલગી કહેવાય. વસંતના પગલાં પગલાં મંડાય એટલે દેવ-મંદિરોમાં અને સમગ્ર પૃથ્વી પર નવું ચેતન આવે છે. મંદિરોમાં ભાવિક ભક્તો અને વ્રતધારીઓ વસંતના વધામણાં કરી રમણે ચડે છે. વસંતદેવને સત્કારવા, વસંત પંચમીનું વ્રત કરવા સમગ્ર સૃષ્ટિમાં ખૂબ ઉત્સાહ અને ઉત્સવ પ્રવર્તે છે.
 
વૃક્ષ-વનસ્પતિમાં નવું ચેતન ઊભરાય છે, ડાળી ડાળીએ નવું જીવન રેડાય છે. લીલા પર્ણો ફૂટે છે, આમ્રવૃક્ષોનો ઉત્સાહ સમાતો નથી. વૃક્ષોમાં પણ જીવ છે. વિવિધ પુષ્પોની સુગંધથી વાતાવરણ છલકાય છે. વસંતઋતુના કામણ પણ અજબ હોય છે. રૂપ, રસ, રંગ, સુગંધ, પંચમસ્વર વગેરેની વસંત પંચમીના દિવસે રંગત જામે છે. ઉત્સવ-સમૈયાનું આયોજન કરવામાં આવે છે. ઋતુરાજ વસંતનો વિજય થાય છે. ભલભલા મુનિવર્યોને કે મુનિવરોને વસંતે પીગળાવી નાંખ્યાં છે.
 
હિમાલયમાં તપ કરતા શંકર ભગવાનનો તપોભંગ કરવા કામદેવને વસંત ઋતુની જ મદદ લેવી પડી હતી. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો! પાંડુરાજા કુંતા અને માદ્વી સાથે વાનપ્રસ્થાશ્રમ વ્યતીત કરે છે ત્યારે કુંતાજી કંઈ કારણસર બહાર ગયા હોય છે. માદ્વીએ ઝીણાં વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હોય છે. વસંત ઋતુનું આગમન થયું હોય અને કામદેવનો નહિ પણ વસંતનો વિજય થાય છે. પાંડુરાજા અને માદ્વીનું નૈતિક સ્ખલન થાય છે અને ઋષિના શાપને લીધે મૃત્યુને ભેટે છે.
 
વસંત પંચમીના રોજ વ્રતધારીએ ભગવાન વિષ્ણુની પ્રેમપૂર્વક પૂજા કરી, સુંદર વસ્ત્રો પરિધાન કરી, ભગવાનને નૈવેદ્ય ધરાવી, સ્ત્રી અને પુરુષોએ પિતૃઓને સંતૃપ્ત કરી બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી રાજી કરવા. વસંત પંચમીના વ્રત-વિધિનું અનેરું, અનોખું અને અલૌકિક માહાત્મ્ય છે.
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.