સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
ક્ષમા વીરોનું આભૂષણ છે.
ગાંધીજી
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

નવિનતમ રચનાઓ

  • અચ્છાઈ નો મહાપ્રસાદ - સ્વામી રામરાજ્યમ્
  • ઈશ્વરનું અસ્તિત્વ - સ્વામિની અમિતાનંદ
  • બાદશાહ અકબરના પાંચ સવાલ
  • સાદું જીવન અને ઉચ્ચ વિચારો - સ્વામી જ્યોતિર્મયાનંદ
  • શ્રી શિવ માનસ પૂજા

અન્યાન્ય રચનાઓ...

  • પ્રાચીન શિક્ષા આદર્શ
  • દાનનું રહસ્ય - જયદયાલ ગોયન્દકા
  • શું પ્રાર્થનામાં શક્તિ છે?
  • શ્રી શિવ માનસ પૂજા
  • સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો

સંગીત સાથે

  • भगवद्‍ गीता आरती - संगीत साथ
  • આનંદ મંગલ કરું આરતી
  • શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે
  • શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે
  • શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે

શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો

  • પ્રાર્થના
  • કૃષ્ણ અવતાર
  • 564 reads
  • ""
  • PrintPrint
  • Permalink
  • E-MailE-Mail
એકાક્ષર ૐ કાર તમે છો, મહર્ષિઓમાં ભૃગુ તમે છો;
યજ્ઞોમાં જપયજ્ઞ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧
 
સેનાપતિમાં કાર્તિકેય ને, જળાશયોમાં સમુદ્ર છો;
પુરોહિતોમાં બૃહસ્પતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૨
 
વેદોમાં તમે સામવેદ છો, આદિત્યોમાં વિષ્ણુ છો;
તેજપુંજમાં સૂર્ય તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૩
 
દેવગણોમાં ઇન્દ્ર તમે છો, નક્ષત્રોમાં ચંદ્ર તમે છો;
ઈન્દ્રિયોમાં મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૪
 
વાયુશ્રેષ્ઠ મરીચિ છો ને, નગાધિરાજ હિમાલય છો;
સર્વ મનોના મન તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૫
 
રુદ્રોમાં તમે શંકર છો, વસુઓમાં તમે પાવક છો;
યક્ષોમાં તમે કુબેર છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૬
 
ગંધર્વોમાં ચિત્રરથ ને, દેવર્ષિમાં નારદ છો;
વાણીમાં ૐ કાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૭
 
પર્વત શ્રેષ્ઠ સુમેરુ તમે છો, વૃક્ષોમાં તમે પીપળ છો;
સ્થાવર જંગમના ચેતન છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૮
 
હાથીમાં ઐરાવત છો ને, અશ્વોમાં ઉચૈઃશ્રવા છો;
ગાયોમાં તમે કામધેનુ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૯
 
મુનિઓમાં શ્રી કપિલ તમે છો, માનવગણમાં રાજા છો;
સૃષ્ટિસર્જક કામદેવ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૦
 
સર્પોમાં છો વાસુકી ને, અનંત નામે નાગ તમે છો;
ધર્મરાજ-યમરાજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૧
 
ખગમંડળમાં ગરુડ તમે છો ને, વનચરમાં વનરાજ તમે છો;
સમયેશ્વર ત્રિકાળ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૨
 
પિતૃઓમાં સૂર્ય-અર્યમાં, પવિત્રકર્તા પવન તમે છો;
જળના દેવ શ્રીવરુણ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૩
 
શસ્ત્રધારીમાં રામ તમે છો, દૈત્યોમાં પ્રહલ્લાદજી છો;
કર્મનું ફળ દેનાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૪
 
મગરમચ્છ છો જળચરમાં જે, નદીઓમાં ગંગાજી છો;
આદિ મધ્ય ને અંત તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૫
 
વિદ્યામાં અધ્યાત્મ તમે છો, વક્તાઓમાં વાદ તમે છો;
સમુદાયમાં દ્વંદ્વ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૬
 
સર્વના ઉત્પત્તિ કારણ છો ને, મહાકાળ સંહારક છો;
ભાવિ સૃષ્ટિના સર્જક છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૭
 
કીર્તિ સ્મૃતિ ને લક્ષ્મી છો, ધીરજ ક્ષમા ને બુદ્ધિ છો;
શબ્દાતીત વિભૂતિ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૮
 
સામવેદમાં બૃહત્‍સામ ને, છંદોમાં ગાયત્રી છો;
સકળ સૃષ્ટિનું બીજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૧૯
 
મસોત્તમમાં માર્ગશીર્ષ ને, ઋતુઓમાં ઋતુરાજ તમે છો;
તેજસ્વીનું તેજ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૨૦
 
નિશ્ચયીના દ્રઢ નિશ્ચય છો ને, વિજયવરોના વિજય છો;
સત્યશાળીના સત્ય તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૨૧
 
આયુધોમાં વજ્ર તમે છો, દ્યુતમાં છલબલ શ્રેષ્ઠ તમે છો;
ન્યાયી દમનમાં દંડ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૨૨
 
કવિઓમાં શ્રીશુક્ર તમે છો, ગુપ્ત ભાવમાં મૌન તમે છો;
અકાર ઉકાર મકાર તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૨૩
 
મર્યાદા પુરુષોત્તમ છો ને, પૂર્ણપણે પુરષોત્તમ છો;
સર્વ થકી સર્વોત્તમ છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૨૪
 
સર્વ હ્રદયમાં આત્મા છો, વિરાટના ક્ષેત્રાત્મા છો;
પરબ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૨૫
 
યદુવંશભૂષણ કૃષ્ણ તમે છો, પાંડવમાં અર્જુન તમે છો;
દ્વૈપાયન શ્રીવ્યાસ તમે છો, શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો... ૨૬
 
જે કાંઈ શોભાવાળું છે, ઐશ્વર્ય ઓજસવાળું છે;
પ્રાણ ને બળમાં ન્યારું છે, રૂપ ને તેજ તમારું છે... ૨૭
 
સૌને મોહિત કરનારું છે, સૌને સુખ દેનારું છે;
વૈષ્ણવ જનને પ્યારું છે, શ્રી કૃષ્ણ એ નામ તમારું છે... ૨૮
 
શ્રી કૃષ્ણઃ શરણં મમ, શ્રી કૃષ્ણઃ શરણં મમ
શ્રી કૃષ્ણઃ શરણં મમ, શ્રી કૃષ્ણઃ શરણં મમ
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.