સુવિચારો
જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્ગતિ પામે છે.
ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.
રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
ઈશ્વર એક જ છે, ભક્તો જુદી-જુદી રીતે તેને વર્ણવે છે.
ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી.
કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.
પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.
અભિમાન નરકનું દ્વાર છે.
જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ નાનું.