હું બંધનો છોડાવવા આવ્યો છું - સ્વામી દયાનંદ સરસ્વતી

મહર્ષિ દયાનંદ અનૂપ શહેર (ઉત્તરપ્રદેશનું એક શહેર) માં રોકાયા હતા. એ દિવસોમાં સૈયદ મોહમ્મદ નામક ત્યાં એક અમલદાર હતા અને તેઓ અરબી-ફારસીના સારા એવા વિદ્વાન હતા. તેઓ મહર્ષિની સેવામાં નિત્ય-પ્રતિ ઉપદેશ સાંભળવા આવતા હતા. સ્વામીજીના સત્સંગથી પ્રભાવિત થઈ, એમની ભક્તિમાં જ ભળી ગયા હતા.
 
એક દિવસ એક બ્રાહ્મણ સ્વામીજી સમીપ આવ્યો અને નમસ્કાર આદિ કરી એમને એક પાન આપ્યું અને એને ગ્રહણ કરવાનું નિવેદન કર્યું. મહર્ષિએ સહજ સ્વભાવે એ પાન મોઢામાં મૂકી દીધું, પરંતુ એના રસનો સ્વાદ લેતાની સાથે જ તેઓ સમજી ગયા કે એમાં ઝેર મેળવેલું છે. એ દુષ્ટ બ્રાહ્મણને તો કશું નહીં કહ્યું, પણ તત્કાળ બસ્તિ અને ન્યોલી (હઠયોગની ક્રિયાઓ) કર્મ કરવા માટે ગંગા કિનારે ચાલ્યા ગયા. દેહ અને અંદર સુધી સફાઈ કરી ફરી આસન પર આવી બેસી ગયા.
 
પરંતુ, એ નીચ બ્રાહ્મણનું પાપ ગુપ્ત નહીં રહ્યું. ગમેતેમ અમલદાર સાહેબને આની જાણ થઈ ગઈ. મહર્ષિ પ્રતિ માન હોવાને કારણે તેમણે એ બ્રાહ્મણને દંડ આપવા માટે સિપાઈઓને એને પકડવા મોકલ્યા અને આખરે એને કેદખાનામાં બંધ કરી દીધો. અને પછી મહર્ષિના દર્શન માટે ગયા.
 
અમલદારના વિશેષ બોલવા વગર જ મહર્ષિ સમજી ગયા કે એને પાનમાં વિષ આપવા વાળી વાત ખબર પડી ગઈ અને એ બ્રાહ્મણને કેદખાનામાં બંધ કર્યો છે, અને પ્રસન્નતાથી એની સૂચના મને આપવા માટે જ અમલદાર અહીં આવ્યાં છે. મહર્ષિએ અમલદાર સાથે અપેક્ષાનો વ્યવહાર જ કર્યો. એનાથી અમલદારને ઘણું આશ્ચર્ય થયું અને વિચારવા લાવ્યા કે મને આશીર્વાદ આપવાની જગ્યાએ મારી સાથે મહર્ષિ આવો વ્યવહાર કેમ કરે છે.
 
અમલદારે ઘણી વિનમ્રતાથી કારણ પૂછયું. મહર્ષિએ કહ્યું - "મેં સાંભળ્યું છે કે તમે પાનમાં વિષ આપનાર વ્યક્તિને કેદખાનામાં બંધ કર્યો છે. હું આ સાથે સહમત નથી." અમલદાર દ્વારા કારણ પૂછવા પર મહર્ષિએ ઘણા ગંભીર શબ્દોમાં કહ્યું - "ભાઈ સાંભળ! હું આ સંસારમાં મનુષ્યોને બંધન આપવા નથી આપ્યો, પરંતુ હું તો બંધનોથી મુક્ત કરવા માટે આવ્યો છું. જો દુષ્ટ પોતાની દુષ્ટતા નથી છોડતો તો આપણે આપણી શ્રેષ્ઠતા પણ નહીં છોડવી જોઈએ."
 
આ શબ્દો સાંભળી અમલદાર હેરાન રહી ગયા. એમનું મસ્તક મહર્ષિના ચરણોમાં ઝૂકી ગયું. એમણે જીવનમાં આવા ક્ષમાશીલ અને શત્રુના પણ શુભ ચિંતક વ્યક્તિ નહીં જોયા હતા. તત્કાળ ત્યાંથી જઈને તેમણે કેદખાનામાંથી વિષદાતાને મુક્ત કરી દીધો.
 
એ વિષ આપનાર બ્રાહ્મણને જ્યારે આખી ઘટના વિશે ખબર પડી ત્યારે તે હ્રદયથી અત્યંત પશ્ચાત્તાપ કરવા માંડ્યો. તત્કાળ તે મહર્ષિની સેવામાં ઉપસ્થિત થઈ ગયો. આંસુ ભરેલ નેત્રોથી પોતાના નીચ કર્મ પ્રતિ આત્મગ્લાનિ સાથે મહર્ષિના ચરણોમાં બેસી ગયો અને ક્ષમા માગવા લાગ્યો. એણે કહ્યું - "મહારાજ! કેટલાક અધમ પુરુષોની વાતોમાં અને પ્રલોભનમાં આવી મેં આ દુષ્કર્મ કર્યું છે. આપ મહાત્મા છો, મને ક્ષમા કરો."
 
મહર્ષિએ કહ્યું - "મારા હ્રદયમાં તારા પ્રતિ કોઈ ક્ષોભ નથી. જા પરમાત્મા તને સદ્‍બુદ્ધિ પ્રદાન કરે."