ભારતીય ચિંતનમાં મુક્ત થવાનુ ચિંતન - તત્ત્વચિંતક વી. પટેલ

આ જીવનનું પરમ ધ્યેય છે મુક્તિ. આ મુક્તિ એટલે જ આ જીવનની સિદ્ધી, અને આ સિદ્ધી એટલે પરમતત્વ પરમાત્માની પ્રાપ્તિ, એટલે આપણા સ્વનું વિલીનીકરણ, સ્વનું લીન થઇ જવું, અસ્તિત્વ ખલાસ થઇ જવું. હું પણું મટી જવું, ટૂંકમાં અદ્વેતતા પ્રાપ્ત કરવી, તેને પછી સત્ય કહો, બ્રહ્મ કહો, આત્મા કહો કે પરમાત્મા કહો. તે બધું એકનું એક જ છે, આજ આ જીવનની સિદ્ધી.છે. આ સિદ્ધિની પ્રાપ્તિ, એટલે જન્મ મરણના ચક્ર માંથી સદા માટે મુક્તી, છુટકારો.

આ માટે આ આ જીવનમાં કર્મોથી મુક્તિ નહી, પણ કર્તૃત્વના ભાવમાંથી મુક્તિ,કર્તૃત્વપણાથી મુક્તિ અનાસક્ત ભાવમાં સ્થિરતા,સ્થિત પ્રજ્ઞ અવસ્થા, ,સમતામાં સ્થીર,અને જાગૃતિ પૂર્વક જીવવું અને સત્યનું જ આચરણ કરવું જેથી ધીરે ધીરે આત્મજ્ઞાનની પ્રાપ્તિ,આત્મજ્ઞાનનું,પ્રાગટ્ય થાય તેવી રીતે જીવન જીવવું ને સમજીને સાધના કરવી.

બાહ્યા ચારમાંથી મુક્તિ ને આંતર ચાર્યમાં સ્થીર થવું એજ જીવનની સિદ્ધી, આવી સિદ્ધી જ છેલ્લે વાસના શૂન્ય, ઈચ્છા શૂન્ય અને અહંકાર શૂન્ય બનાવે છે, જેથી બીજા જન્મમાંથી મુક્ત થઇ જવાય છે.આ માટે આ જીવનમાં સાધનાં કરવી જરૂરી છે.સાધના વિના સિધ્ધી હાથવગી થાય નહી.

કોઈ પણ કર્મ કારણ વિનાનું કર્મ હોય શકે જ નહી, તેમજ કોઈ પણ કર્મ ફળ વિનાનું હોય શકેજ નહી, આ કર્મનો સિદ્ધાત.આમ,કારણ, કર્મ અને કર્મફળ આ ત્રણની જોડી છે.આ જોડીમાંથી મુક્ત થવું એજ મોક્ષ છે,. .

માણસની છેલ્લી અવસ્થામાં એટલેકે મૃત્યુ વખતે કોઈ પણ ઈચ્છા બાકી રહી જાય, એનો અર્થ એ કે કારણ ઉભું થયું ને કર્મ બાકી રહી ગયું, એટલે કર્મને ને પુર્ણ કરવા જ બીજો જન્મ લેવો પડે છે, કારણ કે કર્મ કરવાનું બાકી રહી ગયું ને, કર્મ થઇ શક્યું નથી માટે આ કર્મ કરવાના હેતુ થી જ નવો જન્મ લેવો જ પડે છે. આ છે, જન્મ મરણનું વેજ્ઞાનિક.સત્ય..એટલે જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ઈચ્છાઓથી જ મુક્ત થવું જ પડે તે સિવાય મોક્ષ છે, જ નહી..અંત વખતે તો મોક્ષની પણ ઈચ્છા હોવી જોઈએ નહી.તોજ મોક્ષ સંભવે.છે, એમ આપણા વેદો અને ઉપનિશદો સ્પષ્ટ કહે છે..

જેમને આ જીવનમાજ મોક્ષ પ્રાપ્ત કરવો છે. તેમની સમગ્ર જીવન પદ્ધતિ અધ્યાત્મને અનુરૂપ જ હોવી જોઈએ, જીવનનું ધ્યેય મોક્ષ જ છે,તો જીવન મોક્ષને અનુરૂપ જ જીવવું જોઈએ ને ગોઠવવું જોઈએ,અધ્યાત્મ પથની એક વિશિષ્ઠ શિસ્ત અને એક વિશિષ્ઠ જીવન પદ્ધતિ છે,તે છે અનાસ્ક્ત, અલિપ્ત,અને અસંગ ભાવમાં સ્થીર થઈને સ્વાર્થ અને લોભથી મુક્ત થઈને સત્યને અનુરૂપ જીવન જીવવું તો જ સિદ્ધી હાંસલ થાય.આ પાયાની વાત છે, જો પાયો જ મજબુત ન હોય તો મકાન મજબુત થઇ શકે જ નહી તે સમજી શકાય તેવી બીના છે,

અધ્યાત્મ પથ ખુબજ સરળ છે, જો તેની ઉપર ચાલતા આવડે તો અન્યથા ખુબજ કઠીન છે,ને વચમાં જ ફસાઈ જવાતું હોય છે.એટલે સ્વસ્થ ચિત્તે વિવેક અને, સત્યને સાથે રાખીને ચાલવું જોઈએ.તો મુશ્કેલી પડતી નથી.આમ છતાં જો મુશ્કેલી પડેતો મુશ્કેલીનું અતિક્રમણ કરીને આગળ વધવાનું હોય છે,જગતમાં કોઈ પણ રસ્તો કાંટા વિનાનો હોય શકે જ નહી તે કાંટાને દુર ખસેડી ને જ આગળ વધવાનું હોય છે.અને જે માણસ મુશ્કેલીઓ સમજ પૂર્વક અને સ્વસ્થતાથી પાર કરે છે તેજ સિદ્ધી પામી શકે છે.

જીવનમાં આધ્યાત્મિક પ્રકૃતિનો સ્વસ્થ ચિત્તે આદર સાથે પ્રેમથી સંન્માન થવું જોઈએ, એક જરા સરખો પણ અપવિત્ર વિચાર મનમાં આવવો જોઇએ, જે કાંઈ વિચારો ઉદ્ભવે છે, તે તમામ વિચારો અગાવના દરેક વિચારોમાંથી જન્મેલી સકારાત્મક અને નકારાત્મક સંધરી રાખેલી સ્મૃતિઓની ફલશ્રુતિ જ હોય છે,માટે જીવનમાં સતત જાગૃતતા આવશ્યક છે,જાગૃતતા એટલે વર્તમાનમાં સ્થીર થઈને જીવવું,.

મન,બુધ્ધી ને વાસનાની અશુદ્ધીની સમશ્યાનું સમાધામ મન દ્વારા કદી પણ થઇ શકતું જ નથી.એટલેકે મનથી પર થઈ, અમનની સ્થિતિ પ્રાપ્ત કરવી જ પડે છે,ને સમશ્યાઓનું સમાધાન શોધી મન,બુધ્ધી અને વાસનાની શુધ્ધતા, પ્રાપ્ત કરવી પડે છે,આમાં મનને સમજાવવાનું હોય છે હઠ પૂર્વક પ્રયત્ન કરવાનો નથી.

આપણા ચિત્તમાં અનેક જન્મોના સંસ્કારો અને વાસનાઓ સંગ્રહિત હોય છે, કારણ કે અનેક જન્મોમાં ઈચ્છાઓ અધુરી રહી ગઈ હોય છે, જે પુર્ણ થઈ હોતી નથી,જ્યાં સુધી પુર્ણ ન થાય ત્યાં સુધી તેનો નાશ થતો નથી. તે કર્મનો સિદ્ધાંત છે.આ બધી જ પડેલી વાસનાઓ સાધનામાં વિધ્નો ઉભા કરે છે, માટે સાધના કઠીન બની જતી હોય છે ,આમાંથી ધેર્ય ધરીને સ્વસ્થ ચિત્તે સાધના કરતા કરતા જ આંતરિક રીતેજ ઉકેલ કરવાનો હોય છે. ને તેમાંથી નિવૃત થઇ જવાય છે ને પુર્ણ રૂપે શુદ્ધતા પ્રાપ્ત થતી હોય છે. એજ જીવનની સિદ્ધી છે.આમ જ્ઞાનની પ્રાપ્તિ થતાંજ બધાજ કર્મો જ્ઞાનની અગ્નિમાં બળીને ખાખ થઇ જાય છે, પછી નથી બચતા કર્મોકે નથી બચતા વિચારો નીર્વીચારની સ્થિતિ પ્રાપ્ત થાય છે એજ જીવનની સિદ્ધી છે ,

યોગની સાધનામાં જો લાંબો સમય એક જ સ્થળે સ્વસ્થ ચિત્તે સ્થિરતા પૂર્વક બેસી શકાય નહી તો સિદ્ધી હાથ વગી થતી જ નથી,માટે નિયમિત સમયે અને નિયમિત સમય સુધી સાધના કરવી આવશ્યક છે. ને લાંબો સમય કરવી પડે છે. ઉતાવળે આંબાં પાકે નહી તેનો તેનો બરાબર ખ્યાલ રાખવો જરૂરી છે, આ આખી આંતરિક પ્રક્રિયા છે, જેથી ખુબજ સમય શક્તિ માગી લે છે,.

આમ યોગ સાધનામાં,મનની અને,ચિત્તની,સ્વસ્થતા અને સ્થિરતા અતિ આવશ્યક છે, એટલે ટુકમાં રાગદ્વેષથી મુક્ત થવું જ જોઈએ,અને પુર્ણરીતે સરળતા સહજતા અને સત્યતામાં સ્થીર થવું જ પડે છે,, ને દંભ મુક્ત જીવન જીવવું અતિ આવશ્યક છે, અને સાથે સાથે સ્થાનની અને,સાધનની શુદ્ધતા હોવી જોઈએ.તેમજ જો અતિશય શંકાશીલ સ્વભાવ હોયતો તેમાંથી મુક્તિ મેળવવી જોઈએ, ને પરમ તત્વ પરમાત્મા પૂરે પૂરો ભરોસો,વિશ્વાસ અંત:કરણમાં સ્થાપિત કરવો જોઈએ.આમ ટુકમાં હૃદયસ્થ થઈને સાધનામાં ઉતરવું જોઈએ ,

હૃદયસ્થ થયા વિના સાધનામાં એકાગ્રતા અને ઉત્સાહ પ્રગટતા નથી, અને કોઈ પણ જાતની ભ્રામક ધારણાઓ,માન્યતાઓ અને ,ચમત્કારોની અપેક્ષાઓથી મુક્ત થવાનું હોય છે ,આખી સાધના પોતાના પગ ઉપર ચાલીનેજ કરવાની હોય છે,અને એકલાજ ચાલવાનું હોય . કોઈ ગૃરુની જંજાળમાં પડવાની જરુર જ નથી.જ્ઞાન કદી કોઈ આપી શકતું જ નથી, તે તો અંદરથી પોતાની રીતે પોતાનું જાતેજ શોધવાનું હોય છે, આમ ગુરુ વિના જ્ઞાન નહી એ વાકય જ ભ્રમિત કરનાર છે,

ગુરુઓથી અલિપ્ત રહેમા જ મઝા છે. એટલે કોઈના ચેલા થવું એટલે સકુચીતતા ગ્રહણ કરવી ને સંકુચીતતા જ જીવનમાં ખતરનાક પરિણામો લાવે છે, તે સ્વાર્થનું, લોભનું આસક્તિનું ,અજાગૃતતાનુ ,મોહનું ,અને અજ્ઞાનનું જન્મ દાતા છે..આનો જીવનમાં જન્મ એટલે જીવનમાં કદી પણ સિદ્ધી હાથમાં આવતી જ નથી. માટે કોઈના ચેલા થવું નહિ એ સાધનામાં ચાલનાર માટે અતિ જરૂરી છે. નહિતર સાધનામાં વિધ્નો વધુ આવવાની પૂરી શક્યતા છે, ને ગુરુ કાંઈ વિધ્નો માંથી બહાર કાઢવામાં મદદ રૂપ થતા જ નથી. માટે એમાં પાડવા જેવું નથી. જેમણે સાધના કરવી છે તેણે કોઈની કંઠી બાંધવી નહી જોઈએ. કંઠી બાંધો એટલે વિચાર શક્તિનું દહન છે, માટે વિચાર પૂર્વક વિશાળતામાં સ્થીર થઈને સાધનામાં ચાલવા માંડો જરૂ ર સિદ્ધી સાંપડશે જ જેની ખાત્રીને બાહેધરી ક્રષ્ણ ભગવાને આપી છે પછી ચિંતા શેની.