દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્

        सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
        उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥
સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર...
 
        परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
        सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने ॥ २॥
પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર...
 
        वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।
        हिमालये तु केदारं घुश्मेशं च शिवालये ॥ ३॥
વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર...
 
        एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:।
        सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॥ ४॥
જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ બાર જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે, તો આ લિંગોના સ્મરણ માત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.
 
        ॥ इति द्वादशज्योतिर्लिङ्गस्मरणं सम्पूर्णम् ॥
 
 
 
બાર જ્યોતિર્લિંગના સ્થાનો -
     ૧. સોમનાથ - સૌરાષ્ટ્ર, ગુજરાત
     ૨. મલ્લિકાર્જુન - શ્રીશૈલ, આંધ્રપ્રદેશ
     ૩. મહાકાલ - ઉજ્જૈન, મધ્યપ્રદેશ
     ૪. મમલેશ્વર - ઓંકારેશ્વર, મધ્યપ્રદેશ
     ૫. વૈદ્યનાથ - પરલી, મહારાષ્ટ્ર
     ૬. ભીમાશંકર - ડાકિની(પુણ્યાજવળ), મહારાષ્ટ્ર
     ૭. રામેશ્વર - સેતુબંધ, તામિલનાડુ
     ૮. નાગેશ્વર - દારુકાવન (ઔંઢ્યા નાગનાથ), મહારાષ્ટ્ર
     ૯. વિશ્વેશ્વર - વારાણસી, ઉત્તર પ્રદેશ
     ૧૦. ત્ર્યંબકેશ્વર - નાશિક જવળ, મહારાષ્ટ્ર
     ૧૧. કેદારેશ્વર - હિમાલય, ઉત્તરાંચલ
     ૧૨. ઘૃષ્ણેશ્વર - વેરૂળ, મહારાષ્ટ્ર