સુવિચારો

આળસુ મન એટલે શેતાનનું કારખાનું.
- અંગ્રેજી કહેવત
રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતાં નથી. માણસનાં કર્મ જ તેની શોભા વધારે છે.
- પંચતંત્ર
પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
- સ્વામિ વિવેકાનંદ
જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી.
- રામકૃષ્ણ પરમહંસ
માનવીના અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતા તેથી જ દુન્વયી વ્યવહાર ચાલે છે.
- ધૂમકેતુ
જો માણસની પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર છે?
- પંચતંત્ર
સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
- ભર્તુહરિ
પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતાં પણ વધારે છે.
- શ્રી મદ્‍ ભગવદ્‌ ગીતા
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
- દયાનંદ સરસ્વતી
ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદ્‍ગતિ પામે છે.
- વિષ્ણુપુરાણ
કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
- હિતોપદેશ
જેની જીભ નાની, એનું કામ મોટું; જેની જીભ મોટી, એનું કામ નાનું.
- ગુજરાતી કહેવત
ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી તેમ ક્રોધી માણસ પોતાનું હિત શામાં છે તે જોઈ શકતો નથી.
- ભગવાન બુદ્ધ
ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
- દયાનંદ સરસ્વતી
યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા જ પ્રસન્ન થાય છે.
- ઋગવેદ