અધ્યાય પાંચમો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય પાંચમો
 
भक्ता एकान्तिनो मुख्याः ॥६७॥
ભક્તા એકાન્તિનો મુખ્યાઃ ॥૬૭॥
ભાવાર્થ - એકાંત (અનન્ય) ભક્ત જ શ્રેષ્ઠ છે. (એકાંત – જેનો પ્રેમ ફક્ત ભગવાન માટે હોય.)
 
कण्ठावरोधरोमञ्चाश्रुभिः परस्परं लपमानाः पावयन्ति कुलानि पृथिवीं च ॥६८॥
કણ્ઠાવરોધરોમઞ્ચાશ્રુભિઃ પરસ્પરં લપમાનાઃ પાવયન્તિ કુલાનિ પૃથિવીં ચ ॥૬૮॥
ભાવાર્થ - આવા અનન્ય ભક્ત કણ્ઠાવરોધ, રોમાઞ્ચ અને અશ્રુ યુક્ત નેત્રોથી પરસ્પર સમ્ભાષણ કરતા તેના કુળને અને પૃથ્વીને પવિત્ર કરે છે.
 
तीर्थिकुर्वन्ति तीर्थानि सुकर्मी कुर्वन्ति कर्माणि सच्छास्त्रिकुर्वन्ति शास्त्राणि ॥६९॥
તીર્થિકુર્વન્તિ તીર્થાનિ સુકર્મી કુર્વન્તિ કર્માણિ સચ્છાસ્ત્રિકુર્વન્તિ શાસ્ત્રાણિ ॥૬૯॥
ભાવાર્થ - આવા ભક્ત તીર્થોને સુતીર્થ, કર્મોને સુકર્મ, અને શાસ્ત્રોને સત્-શાસ્ત્ર કરી દે છે.
 
तन्मयाः ॥७०॥
તન્મયાઃ ॥૭૦॥
ભાવાર્થ - કારણ કે તે તન્મય છે. (આવા ભક્તમાં પ્રભુનાં ગુણ પરિલક્ષિત થવા લાગે છે.)
 
मोदन्ते पितरो नृत्यन्ति देवतः सनाथा चेयं भूर्भवति ॥७१॥
મોદન્તે પિતરો નૃત્યન્તિ દેવતઃ સનાથા ચેયં ભૂર્ભવતિ ॥૭૧॥
ભાવાર્થ - (આવા ભક્તના આવિર્ભાવ જોઇને) પિતરગણ પ્રમુદિત થાય છે, દેવતા નાચવા લાગે છે, અને આ પૃથ્વી સનાથા થઇ જાય છે.
 
नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादि भेदः ॥७२॥
નાસ્તિ તેષુ જાતિવિદ્યારૂપકુલધનક્રિયાદિ ભેદઃ ॥૭૨॥
ભાવાર્થ - આવા ભક્તમાં જાતિ, વિદ્યા, રૂપ, કુળ, ધન, અને ક્રિયાદિનો કોઇ ભેદ નથી.
 
यतस्तदीयाः ॥७३॥
યતસ્તદીયાઃ ॥૭૩॥
ભાવાર્થ - કારણ કે બધા ભક્ત ભગવાનના જ છે.
 
वादो नावलम्ब्यः ॥७४॥
વાદો નાવલમ્બ્યઃ ॥૭૪॥
ભાવાર્થ - ભક્તે વાદ-વિવાદ નહી કરવો જોઇએ.
 
बाहुल्यावकाशत्वाद अनियतत्त्वाच्च ॥७५॥
બાહુલ્યાવકાશત્વાદ અનિયતત્ત્વાચ્ચ ॥૭૫॥
ભાવાર્થ - કારણ કે વાદ-વિવાદમાં બાહુલ્યનો અવકાશ છે અને તે અનિયત છે. (વિવાદ ભક્તિ માટે નથી, પ્રતિષ્ઠા માટે હોય છે.)
 
भक्तिशस्त्र्राणि मननीयानि तदुद्बोधकर्माणि करणीयानि ॥७६॥
ભક્તિશસ્ત્ર્રાણિ મનનીયાનિ તદુદ્બોધકર્માણિ કરણીયાનિ ॥૭૬॥
ભાવાર્થ - (પ્રેમા ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તે શાસ્ત્રોનું મનન કરતું રહેવું જોઇએ અને એવા કર્મ પણ કરવા જોઇએ જેનાથી ભક્તની વૃદ્ધિ થાય.
 
सुखदुःखेच्छालाभादित्यके प्रतीक्ष्यमाणे क्षणार्धमपि व्यर्थ न नेयम् ॥७७॥
સુખદુઃખેચ્છાલાભાદિત્યકે પ્રતીક્ષ્યમાણે ક્ષણાર્ધમપિ વ્યર્થ ન નેયમ્ ॥૭૭॥
ભાવાર્થ - સુખ, દુઃખ, ઇચ્છા, લાભ, વગેરેનો (પૂર્ણ) ત્યાગ થઇ જાય એવા કાળની રાહ જોયા વિના અડધી ક્ષણ પણ (ભજન વિના) વ્યર્થ કાઢવી જોઇએ નહી.
 
अहिंसासत्यशौचदयास्तिक्यादिचारित्रयाणि परिपालनीयानि ॥७८॥
અહિંસાસત્યશૌચદયાસ્તિક્યાદિચારિત્રયાણિ પરિપાલનીયાનિ ॥૭૮॥
ભાવાર્થ - (પ્રેમા ભક્તિના સાધકે) અહિંસા, સત્ય, શૌચ, દયા, આસ્તિકતા આદિ આચરણીય સદાચારોનું ભલીભાઁતિ પાલન કરવું જોઇએ.
 
सर्वदा सर्वभावेन निश्चिन्तैः भगवानेव भजनीयः ॥७९॥
સર્વદા સર્વભાવેન નિશ્ચિન્તૈઃ ભગવાનેવ ભજનીયઃ ॥૭૯॥
ભાવાર્થ - દરેક સમયે, સર્વભાવથી નિશ્ચિંત થઇને (ફક્ત) ભગવાનના જ ભજન કરવા જોઇએ.
 
स कीर्त्यमानः शीघ्रमेवाविर्भवत्यनुभावयति भक्तान् ॥८०॥
સ કીર્ત્યમાનઃ શીઘ્રમેવાવિર્ભવત્યનુભાવયતિ ભક્તાન્ ॥૮૦॥
ભાવાર્થ - એ ભગવાન (પ્રેમપૂર્વક) કીર્તિત થવાથી તુરંત જ પ્રકટ થાય છે અને ભક્તોને તેમનો અનુભવ કરાવી દે છે.
 
त्रिसत्यस्य भक्तिरेव गरीयसी भक्तिरेव गरीयसी ॥८१॥
ત્રિસત્યસ્ય ભક્તિરેવ ગરીયસી ભક્તિરેવ ગરીયસી ॥૮૧॥
ભાવાર્થ - ત્રણેય (કાયિક, વાચિક, માનસિક) સત્યોમાં (અથવા ત્રણેય કાળોમાં સત્ય ભગવાનની) ભક્તિ જ શ્રેષ્ઠ છે, ભક્તિ જ શ્રેષ્ઠ છે.
 
गुणमाहात्म्यासक्ति रूपासक्ति पूजासक्ति स्मरणासक्ति दास्यासक्ति सख्यासक्ति वात्सल्यसक्ति कान्तासक्ति आत्मनिवेदनासक्ति तन्मयतासक्ति परमविरहासक्ति रूपा एकधा अपि एकादशधा भवति ॥८२॥
ગુણમાહાત્મ્યાસક્તિ રૂપાસક્તિ પૂજાસક્તિ સ્મરણાસક્તિ દાસ્યાસક્તિ સખ્યાસક્તિ વાત્સલ્યસક્તિ કાન્તાસક્તિ આત્મનિવેદનાસક્તિ તન્મયતાસક્તિ પરમવિરહાસક્તિ રૂપા એકધા અપિ એકાદશધા ભવતિ ॥૮૨॥
ભાવાર્થ - આ પ્રેમારૂપ ભક્તિ એક હોવા છતાંય;
૧) ગુણમાહાત્મ્યાસક્તિ – જગતને ભગવાનનું પ્રકટ માની તેના પર આસક્તિ
૨) રૂપાસક્તિ – ઇન્દ્રિયાતીત, ચૈતન્ય સ્વરૂપ, આનંદપ્રદ, સત્ રૂપમાં આસક્તિ
૩) પૂજાસક્તિ – ભગવાનની પૂજા કરવામાં આસક્તિ
૪) સ્મરણાસક્તિ – ભગવાનનું સદા સ્મરણ કરવામાં આસક્તિ
૫) દાસ્યાસક્તિ – સ્વયંને પ્રભુનો દાસ માની તેના પર આસક્તિ
૬) સખ્યાસક્તિ – પ્રભુ બધાનો મિત્ર છે એમ માની તેના પર આસક્તિ
૭) કાંતાસક્તિ – એક પ્રભુ જ પુરુષ છે, બાકી બધા પ્રિયતમા છે. એવું માનવું
૮) વાત્સલ્યાસક્તિ – પ્રભુને સંતાન માનવું ૯) આત્મનિવેદનાસક્તિ – પ્રભુને સર્વસ્વ સમર્પણ કરી દેવામાં આસક્તિ
૧૦) તન્મયતાસક્તિ – પ્રભુમાં તન્મય, તેમની સાથે અભિન્નતા
૧૧) પરમવિરહાસક્તિ – પ્રભુથી વિયોગનો અનુભવ કરીને, પુનઃ મિલનની તડપના પ્રતિ આસક્તિ
- એમ અગિયાર પ્રકારની હોય છે.
 
इत्येवं वदन्ति जनजल्पनिर्भयाः एकमतः कुमार व्यास शुख शाण्डिल्य गर्ग विष्णु कौण्डिन्य शेषोध्दवारुणि बलि हनुमद विभीषणादयो भक्त्याचार्याः ॥८३॥
ઇત્યેવં વદન્તિ જનજલ્પનિર્ભયાઃ એકમતઃ કુમાર વ્યાસ શુખ શાણ્ડિલ્ય ગર્ગ વિષ્ણુ કૌણ્ડિન્ય શેષોધ્દવારુણિ બલિ હનુમદ વિભીષણાદયો ભક્ત્યાચાર્યાઃ ॥૮૩॥
ભાવાર્થ - કુમાર (સનત્કુમારાદિ), વેદવ્યાસ, શુક્રદેવ, શાણ્ડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌણ્ડિન્ય, શેષ, ઉદ્ધવ, આરૂણિ, બલિ, હનુમાન, વિભીષણ, આદિ ભક્તિતત્વના આચાર્યગણ લોકોની નિન્દા-સ્તુતિનો કોઇ પણ ભય કર્યા વિના એકમતથી એવું જ કહે છે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે.
 
य इदं नारदप्रोक्तं शिवानुशासनं विश्वसिति श्रध्दते स भक्तिमान् भवति सः प्रेष्टं लभते सः प्रेष्टं लभते ॥८४॥
ય ઇદં નારદપ્રોક્તં શિવાનુશાસનં વિશ્વસિતિ શ્રધ્દતે સ ભક્તિમાન્ ભવતિ સઃ પ્રેષ્ટં લભતે સઃ પ્રેષ્ટં લભતે ॥૮૪॥
ભાવાર્થ - જે કોઇ પણ આ નારદોક્ત (નારદજી કથિત) શિવાનુશાસનમાં (અર્થ આ શિવથી શરુ થયેલ વિદ્યા છે, નારદજી કેવળ આનું કથન કરી રહ્યા છે.) વિશ્વાસ અને શ્રધ્ધા કરે છે, તે પ્રિયતમને પામે છે, તે પ્રિયતમને પામે છે.
 
॥ देवर्षि नारद भक्ति सूत्र सम्पूर्ण ॥
॥ દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર સમ્પૂર્ણ ॥
 
======== * ========