અધ્યાય ચોથો

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર - અધ્યાય ચોથો
 
अनिर्वचनीयं प्रेमस्वरूपम् ॥५१॥
અનિર્વચનીયં પ્રેમસ્વરૂપમ્ ॥૫૧॥
ભાવાર્થ - પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય (કહી નહી શકાય તેવુ) છે.
 
मूकास्वादनवत् ॥५२॥
મૂકાસ્વાદનવત્ ॥૫૨॥
ભાવાર્થ - ગૂંગાના સ્વાદની જેમ.
 
प्रकाशते क्वापि पात्रे ॥५३॥
પ્રકાશતે ક્વાપિ પાત્રે ॥૫૩॥
ભાવાર્થ - કોઇ યોગ્ય પાત્રમાં (પ્રેમી ભક્તમાં) આવો પ્રેમ પ્રગટ પણ થાય છે.
 
गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् ॥५४॥
ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્નં સૂક્ષ્મતરં અનુભવરૂપમ્ ॥૫૪॥
ભાવાર્થ - આ પ્રેમ (પરમ પ્રેમરૂપા ભક્તિ) ગુણ રહિત છે, કામના રહિત છે, પ્રતિ ક્ષણ વધતી જાય છે, વિચ્છેદ રહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે અને અનુભવરૂપ છે.
 
तत्प्राप्य तदेवावलोकति तदेव शृणोति तदेव भाषयति तदेव चिन्तयति ॥५५॥
તત્પ્રાપ્ય તદેવાવલોકતિ તદેવ શૃણોતિ તદેવ ભાષયતિ તદેવ ચિન્તયતિ ॥૫૫॥
ભાવાર્થ - આ પ્રેમને (પરમ પ્રેમરૂપા ભક્તિને) મેળવીને પ્રેમી (પ્રેમી ભક્ત) આ પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમનું જ વર્ણન કરે છે, અને પ્રેમનું જ હંમેશા ચિંતન કરે છે.
 
गौणि त्रिधा गुणभेदाद् आर्तादिभेदाद् वा ॥५६॥
ગૌણિ ત્રિધા ગુણભેદાદ્ આર્તાદિભેદાદ્ વા ॥૫૬॥
ભાવાર્થ - ગૌણી ભક્તિ ગુણભેદથી અથવા આર્તાદિભેદથી ત્રણ પ્રકારની હોય છે. (તામસી એટલે કે દંભી, રાજસી એટલે કે કંઇક મેળવવા માટે તથા સાત્વિકી એટલે કે ચિત્ત શુધ્ધ કરવા માટે એમ ત્રણ પ્રકારની ભક્તિ હોય છે.) (આર્તભક્તિ જગત ભોગથી મુક્તિ માટે, અર્થાત્ પ્રભુ પ્રાપ્તિ માટે કે જેમા જિજ્ઞાસુ પ્રભુ પ્રાપ્તિ માટેની તીવ્ર ઇચ્છા-સંયમની સ્થિતિ થી વૈરાગ્ય સુધી પહોંચે છે.)
 
उत्तरस्मादुत्तरस्मात् पूर्व पूर्वा श्रेयाय भवति ॥५७॥
ઉત્તરસ્માદુત્તરસ્માત્ પૂર્વ પૂર્વા શ્રેયાય ભવતિ ॥૫૭॥
ભાવાર્થ - એમાં પૂર્વ-પૂર્વ ક્રમની ભક્તિ, ઉત્તર-ઉત્તર ક્રમની ભક્તિ કરતા કલ્યાણકારિણી હોય છે.
(સાત્વિક રાગસિકથી કલ્યાણકારિણી ઇત્યાદિ)
 
अन्य मात् सौलभं भक्तो ॥५८॥
અન્ય માત્ સૌલભં ભક્તો ॥૫૮॥
ભાવાર્થ - અન્ય બધાની અપેક્ષા ભક્તિ સુલભ છે.
 
प्रमाणान्तरस्यानपेक्षत्वात् स्वयं प्रमाणत्वात् ॥५९॥
પ્રમાણાન્તરસ્યાનપેક્ષત્વાત્ સ્વયં પ્રમાણત્વાત્ ॥૫૯॥
ભાવાર્થ - કારણ કે ભક્તિ સ્વયં પ્રમાણરૂપ છે, તેથી અન્ય પ્રમાણની આવશ્યકતા નથી.
 
शान्तिरूपात् परमानन्दरूपाच्च ॥६०॥
શાન્તિરૂપાત્ પરમાનન્દરૂપાચ્ચ ॥૬૦॥
ભાવાર્થ - ભક્તિ શાંતિરૂપા અને પરમાનન્દરૂપા છે.
 
लोकहानौ चिन्ता न कार्या निवेदितात्मलोकवेदत्वात् ॥६१॥
લોકહાનૌ ચિન્તા ન કાર્યા નિવેદિતાત્મલોકવેદત્વાત્ ॥૬૧॥
ભાવાર્થ - લોકહાનિની ચિંતા (ભક્તોએ) નહીં કરવી જોઇએ, કારણ કે તેણે (ભક્તે) પોતાને, તથા લૌકિક અને વૈદિક (બધા પ્રકારના) કર્મોને ભગવાનને અર્પણ કરી દીધા છે.
 
न तत्सिध्दौ लोकव्यवहरओ हेयः किन्तु फलत्यागः तत्साधनं च ॥६२॥
ન તત્સિધ્દૌ લોકવ્યવહરઓ હેયઃ કિન્તુ ફલત્યાગઃ તત્સાધનં ચ ॥૬૨॥
ભાવાર્થ - પરંતુ જ્યાર સુધી ભક્તિમાં સિદ્ધિ ન મળે ત્યાં સુધી લોકવ્યવહારનો ત્યાગ નહી કરવો જોઇએ, પરંતુ કર્મોના ફળ ત્યાગ કરીને (નિષ્કામ ભાવથી) એ ભક્તિનું સાધન કરવું જોઇએ.
 
स्त्रिधननास्तिकचरित्रं न श्रवणीयम् ॥६३॥
સ્ત્રિધનનાસ્તિકચરિત્રં ન શ્રવણીયમ્ ॥૬૩॥
ભાવાર્થ - સ્ત્રી, ધન, નાસ્તિક, અને વેરીનું ચરિત્ર નહી સાંભળવું જોઇએ.
 
अभिमानदम्भादिकं त्याज्यम् ॥६४॥
અભિમાનદમ્ભાદિકં ત્યાજ્યમ્ ॥૬૪॥
ભાવાર્થ - અભિમાન, દંભ વગેરેનો ત્યાગ કરવો જોઇએ.
 
तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादुकं तस्मिन्नेव करणीयम् ॥६५॥
તદર્પિતાખિલાચારઃ સન્ કામક્રોધાભિમાનાદુકં તસ્મિન્નેવ કરણીયમ્ ॥૬૫॥
ભાવાર્થ - બધા આચાર ભગવાનને અર્પણ કર્યા પછી પણ જો કામ, ક્રોધ, અભિમાન વગેરે હોય તો તે પણ ભગવાનના પ્રતિ જ કરવા જોઇએ.
 
त्रिरूपभङ्गपूर्वमकम् नित्यदास्यनित्यकान्ताभजनात्मकं प्रेम कार्य प्रेमैव कार्यम् ॥६६॥
ત્રિરૂપભઙ્ગપૂર્વમકમ્ નિત્યદાસ્યનિત્યકાન્તાભજનાત્મકં પ્રેમ કાર્ય પ્રેમૈવ કાર્યમ્ ॥૬૬॥
ભાવાર્થ - ત્રણ રૂપોનો (સ્વામી, સેવક, અને સેવા અથવા પ્રિયતમ, પ્રિયતમા અને પ્રેમ) ભંગ કરી નિત્ય દાસ ભક્તિથી અથવા નિત્ય કાંતા ભક્તિથી પ્રેમ જ કરવો જોઇએ, પ્રેમ જ કરવો જોઇએ.
 
======== * ========